બરાક અને મિશેલ ઓબામા ગરીબ બની રહ્યાં છે!!!

michelle-barak-obama
વૉશિંગ્ટન, 17 મે : દુનિયાનાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમનાં પત્ની મિશેલ ઓબામાની સંપત્તીની કિંમત ત્રણ વર્ષમાં ઘણી ઝડપથી ઘટી છે. આ કારણે તેઓ ધીરે ધીરે ગરીબ બની રહ્યા છે. વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પાડવામાં આવેલા ફેડરલ ફાઈનેન્શિયલ ડિસ્ક્લોઝર ફોર્મ પ્રમાણે બરાક અને મિશેલની સંપત્તી 1.8 મિલિયન ડૉલરથી 6.8 મિલિયન ડૉલરની વચ્ચે છે.

વર્ષ 2011માં તેમની સંપત્તી 2.6 મિલિયન ડૉલરથી 8.2 મિલિયન ડૉલરની વચ્ચે આંકવામાં આવી હતી. જ્યારે તેના પહેલા વર્ષ 2010માં તેમની સંપત્તિ 1.8 મિલિયન ડૉલરથી 12 મિલિયન ડૉલરની વચ્ચે આંકવામાં આવી હતી. ડિસ્ક્લોઝર ફોર્મમાં એ પણ ખુલાસો થયો છે કે રાષ્ટ્ર પ્રમુખ અને ફર્સ્ટ લેડીની સંપત્તીનો મોટો ભાગ તેમની બંને દિકરીઓ માલિયા (14 વર્ષ), અને સાશા (11 વર્ષ)નાં શિક્ષણ માટે સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

બરાક ઓબામા અને મિશેલે વધારે ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં પણ તેમની પાસે ઘણી સંપત્તિ છે. જાણવા મળ્યું છે કે, તેમની પાસે ટ્રેજરી નોટ છે, જેની કિંમત 10 લાખ ડૉલરથી 50 લાખ ડૉલરની વચ્ચે છે. ઓબામા દંપતીની પાસે જેપી મોર્ગન ચેન્જ ચેકિંગ એકાઉન્ટમાં 2.5 લાખ ડૉલરથી પાંચ લાખ ડૉલરની વચ્ચે અને ટ્રેજરી બિલ્સ અંતર્ગત 1થી 2.5 લાખ ડૉલરની રકમ છે.

ઉલ્લેખનીય છે કે, કાયદા પ્રમાણે સાર્વજનિક પદ પર બેઠેલા અધિકારીઓએ આ ફોર્મમાં પોતાની સંપત્તિની વિગતો આપવાની હોય છે. જો કે આનાથી તેમની અસલ સંપત્તિની જાણ નથી થતી પરંતુ એક મોટું અનુમાન લગાવી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X