OMG બરાક ઓબામા અને મિશેલ લેશે છૂટાછેડા!
વોશિંગ્ટન, 16 જાન્યુઆરીઃ આ વાંચીને તમને થોડુંક આશ્ચર્ય થયું હશે પરંતુ અમેરિકાની વેબસાઇટ ‘નેશનલ ઇન્કવાયર'માં છપાયેલા અહેવાલ અનુસાર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ ઓબામા વચ્ચે બધુ વ્યવસ્થિત ચાલી રહ્યું નથી. બન્નેના સંબંધો છૂટાછેડા સુધી પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, મિશેલ ઓબામા, બરાક ઓબામાની ફ્લર્ટવાળી હરકતોથી ઘણા જ પરેશાન છે, તેથી તેમણે બરાક ઓબામાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે.

મિશેલે નિર્ણય કર્યો છે કે હવે તે વ્હાઇટ હાઉસમાં એક જ રૂમમાં ઓબામા સાથે નહીં પરંતુ અલગ રૂમમાં રહેશે અને રાષ્ટ્રપતિ ઓબામાનો હાલાનો કાર્યકાળ ખતમ થયા બાદ તે છૂટાછેડા લઇ લેશે. ઘણી જ સ્ટાઇલિશ મિશેલની નારાજગી દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાની શોકસભામાં ઓબામા અને ડેનમાર્કના પ્રધાનમંત્રી હેલ થોર્નિંગ-શ્મિટના ‘સેલ્ફી' એક્ટ બાદ પ્રકાશમાં આવી.
મિશેલને માલુમ પડ્યું કે ઓબામાએ તેમને બીજી વાર દગો કર્યો છે, જેના કારણે મિશેલનું દિલ તૂટી ગયુ અને તેમણે ઓબામાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે અમેરિકા સહિત વિશ્વના તમામ દેશોમાં બરાક-મિશેલને મેડ ફોર ઇચ અધર કપલ કહેવામાં આવે છે. બધા એવું માને છે કે, બરાક ઓબામા, મિશેલ એક બીજાને અનહદ પ્રેમ કરે છે, તેવામાં બન્નેના છૂટાછેડાના સમાચારોથી આખું વિશ્વ હચમચી ગયુ છે.












Click it and Unblock the Notifications
