વિદાય પહેલાં ઓબામાએ લખ્યો, 'ગુડબાય લેટર'

Written By:
Subscribe to Oneindia News

નવા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા સોંપવાના એક દિવસ પહેલાં રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના દેશવાસીઓને નામ ગુડ બાય લેટર લખ્યો છે. ગુરૂવારે લખેલા આ પત્રમાં ઓબામાએ અમેરિકન નાગરિકોનો આભાર માન્યો છે. નોંધનીય છે કે, અમેરિકાના ચૂંટણી અભિયાન દરમિયાન ટ્રંપે રાષ્ટ્રપતિ બરાક ઓબામાને આઇએસઆઇએસ ના ફાઉન્ડર સુદ્ધાં કહી દીધા હતા. તેમણે ઓબામાના બર્થ સર્ટિફિકેટ પર પણ સવાલ ઉઠાવ્યો હતો.

barack obama

આપણે એક છીએ, આપણે એક દિવસ જરૂર જીતીશું

રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના ગુડબાય લેટરમાં લખ્યું છે, તમે મને એક વધુ સારો વ્યક્તિ અને સારો રાષ્ટ્રપતિ બનાવ્યો. આ આઠ વર્ષોમાં તમે સૌ મારા સારપ, દ્રઢતા અને આશાનો સ્ત્રોત બની રહ્યા, જેનાથી મને ઘણી શક્તિ મળી, મેં તમને અમેરિકન લોકોને તમારી સભ્યતા, દ્રઢતા, સારા મજાકિયા સ્વભાવ અને દયાળુતામાં જોયા છે. નાગરિકતાના આપણા દૈનિક કાર્યોમાં મેં આપણું ભવિષ્ય જોયું છે. હું હંમેશા દરેક પગલે તમારી સાથે રહીશ. જ્યારે પણ તમને લાગે કે પ્રગતિની ચમક ઝાંખી પડી રહી છે, તો હંમેશા યાદ રાખજો કે અમેરિકા કંઇ કોઇ એક વ્યક્તિનો ખ્યાલ માત્ર નથી. આપણા લોકતંત્રનો સૌથી શક્તિશાળી શબ્દ છે, આપણે એક છીએ અને આપણે એક દિવસ જરૂર જીતીશું.

અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ ઓબામા

બારક ઓબામા અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા હતા. રિટાયરમેન્ટ બાદ ઓબામા પુસ્તકો લખશે અને બે વર્ષ સુધી વોશિંગટનમાં ભાડાના ઘરમાં રહેશે. 20 જાન્યુઆરીએ જ્યારે ડોનાલ્ડ ટ્રંપ શપથ માટે કોપિટૉલ હિલ જવા રવાના થશે, તે પહેલા તેઓ અને મેલાનિયા વ્હાઇટ હાઉસ વ્હાઇટ હાઉસ જશે. ત્યાંથી રાષ્ટ્રપતિ ઓબામા સાથે ટ્રંપ શપથ ગ્રહણ કરવા રવાના થશે. કોઇ પણ સેવામુક્ત થઇ રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ માટે નિર્વાચિત રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં સામેલ થવું જરૂરી હોય છે.

English summary
Barack Obama pens down his letter to US People on his last day as president.
Please Wait while comments are loading...