ભારત સાથે સ્પર્ધા : ઓબામા દરેક અમેરિકન વિદ્યાર્થીને ઇન્ટરનેટ આપશે

ઓબામાએ મૂસરવિલે મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે અમેરિકામાં જ્યાં કોફી ટેબલો પર મફત ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ હોય છે, તો આપણે શાળાઓમાં આવું કેમ ના કરી શકીએ? તેમણે ટેલિકોમ વિભાગને પાંચ વર્ષની અંદર મહત્તમ શાળાઓમાં હાઇ સ્પીડ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે. આમ કરવાથી અમેરિકાના 99 ટકા વિદ્યાર્થીઓ સુધી ઇન્ટરનેટ પહોંચશે તેવું માનવામાં આવે છે.
ઓબામાએ જણાવ્યું કે તેમના આ પગલાનો હેતુ અમેરિકન વિદ્યાર્થીઓના શિક્ષણનું સ્તર સુધારવાનો છે. તેમને નોકરીઓના ક્ષેત્રમાં અન્ય દેશોની વ્યક્તિઓ તરફથી મળી રહેલી સ્પર્ધા માટે તૈયાર કરવાનો છે. આપણે વિશ્વમાં સૌને શિક્ષણ ક્ષેત્રે પાછળ છોડી દેવાની વાત કરતા હોઇએ ત્યારે આપણા વિદ્યાર્થીઓ પાસે તે માટેના પૂરતા સાધનો હોવા જરૂરી છે.












Click it and Unblock the Notifications
