For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈંગિક અને બાયસેક્સ્યુઅલ પુરુષ થઈ જાવ સાવધાન, મંકીપૉક્સ વાયરસને લઈને એક્સપર્ટે આપી ચેતવણી

યુનાઈટેડ કિંગડમની આરોગ્ય સુરક્ષા એજન્સીએ સમલૈંગિક અને બાયસેક્સ્યુઅલ પુરુષો માટે ચેતવણી આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બ્રિટન પછી અમેરિકામાં પણ મંકીપૉક્સ વાયરસનો એક કેસ સામે આવી ચૂક્યો છે. વળી, આ વાયરસને લઈને યુનાઈટેડ કિંગડમની આરોગ્ય સુરક્ષા એજન્સીએ સમલૈંગિક અને બાયસેક્સ્યુઅલ પુરુષો માટે ચેતવણી આપી છે. આ ચેતવણીમાં કહેવામાં આવ્યુ છે કે જો ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષોના શરીરમાં અસામાન્ય ચાઠા અથવા ઘા જોવા મળે તો સ્હેજ પણ વિલંબ કર્યા વિના તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. બ્રિટને 6 મેના રોજ મંકીપૉક્સના નવા કેસની રિપોર્ટ બાદ આ ચેતવણી આપી છે જેમાં યુકેએચએસએ હાલના કેસોમાં મુખ્ય રીતે સમલૈંગિક અને બાયસેક્સ્યુઅલ ગ્રુપ, કે પુરુષો સાથે યૌન સંબંધ રાખતા પુરુષો(એમએસએમ)ની પુષ્ટિ કરી છે.

gay

જાણો કેવી રીતે ફેલાય છે વાયરસ

યુકેની જાહેર આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે 'વાયરસ લોકો વચ્ચે સરળતાથી ફેલાતો નથી' પરંતુ તાજેતરના કેસો ગે, બાયસેક્સ્યુઅલ અને એવા પુરૂષોના હતા કે જેઓ પુરુષો (MSM) સમુદાયો સાથે સેક્સ કરે છે. નજીકના સંપર્ક દ્વારા વાયરસ ફેલાય છે તેથી આ જૂથોને સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છીએ. તેમના શરીરના કોઈપણ ભાગ પર, ખાસ કરીને તેમના જનનેન્દ્રિય પર કોઈપણ અસામાન્ય ફોલ્લીઓ અથવા ચાંદા હોય તો જાતીય સ્વાસ્થ્ય સેવાનો સંપર્ક કરવો.

શું મંકીપૉક્સ યૌન સંબંધથી ફેલાય છે?

મંકીપોક્સને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ તરીકે વર્ણવવામાં આવ્યુ નથી. જો કે તે સેક્સ દરમિયાન સીધા સંપર્ક દ્વારા ફેલાઈ શકે છે. તે મંકીપોક્સ ધરાવતી વ્યક્તિના નજીકના સંપર્ક દ્વારા અથવા મંકીપોક્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા કપડાં અથવા લિનન્સના સંપર્ક દ્વારા પણ ફેલાઈ શકે છે.

સમલૈંગિક અને બાયસેક્સ્યુઅલ પુરુષોને આપવામાં આવી આ સલાહ

યુકેએચએસએના મુખ્ય તબીબી સલાહકાર ડૉ. સુસાન હોપકિન્સે એમ કહીને કે તે 'દુર્લભ અને અસામાન્ય' છે જણાવ્યુ કે એજન્સી સમુદાય ટ્રાન્સમિશનના ડરથી આ ચેપના સ્ત્રોતની તાત્કાલિક તપાસ કરી રહી છે. UKHSA ચેપગ્રસ્ત દર્દીઓના સંભવિત નજીકના સંપર્કોનો સંપર્ક કરી રહ્યું છે. અમે ખાસ કરીને ગે અને બાયસેક્સ્યુઅલ પુરુષોને કોઈપણ અસામાન્ય ફોલ્લીઓ અથવા ચાંદા વિશે જાગૃત રહેવા અને વિલંબ કર્યા વિના જાતીય સ્વાસ્થ્ય સેવાનો સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ તેમ ડૉ. હોપકિન્સે UKHSA નિવેદનમાં જણાવ્યુ હતુ. દર્દીઓને હોસ્પિટલોમાં ચેપી રોગના નિષ્ણાત એકમોમાં દાખલ કરવામાં આવ્યા છે.

સીડીસીએ પણ આ રીતની ચિંતા વ્યક્ત કરી

આ અઠવાડિયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા જાતીય સંપર્ક દ્વારા ફેલાતા ચેપ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ડબ્લ્યુએચઓ ખાતે કટોકટી પ્રતિસાદ માટે સહાયક મહાનિર્દેશક ઇબ્રાહિમા સોસ ફોલે જણાવ્યું હતું કે, 'અમે પુરુષો સાથે સંભોગ કરનારા પુરુષોમાં ટ્રાન્સમિશન જોઈ રહ્યા છીએ.' યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (સીડીસી) એ સમાન ચિંતા વ્યક્ત કરી છે.

મંકીપૉક્સ શું છે?

મંકીપોક્સ એ એક વાયરસ છે જે ઉંદરો અને પ્રાઈમેટ જેવા જંગલી પ્રાણીઓમાં ઉદ્દભવે છે અને પછી લોકોમાં ફેલાય છે. મોટાભાગના પ્રારંભિક ચેપ મધ્ય અને પશ્ચિમ આફ્રિકામાં નોંધાયા હતા.

English summary
Be careful gay, the expert gave this warning regarding monkeypox virus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X