અમેરિકાની હાઇકોર્ટમાં પહોંચ્યું ભોપાલ ગેસ કાંડનું દર્દ!
ન્યૂયોર્ક, 26 નવેમ્બર: 1984માં થયેલા ભોપાલ ગેસ કાંડના પીડિતોએ યૂનિયન કાર્બાઇડ કોર્પોરેશન પર આવેલા નીચલી કોર્ટના નિર્ણયની વિરુદ્ધ હાઇ અમેરિકન કોર્ટનો દરવાજો ખખડવ્યો છે. આપને બતાવી દઇએ કે નીચલી કોર્ટે યૂનિયન કાર્બાઇડ કોર્પોરેશન પર આવેલા કંપનીના ભોપાલ યુનિટથી ઝેરીલા લિકેઝના મામલામાં યૂસીસી પર કેસ નહીં ચલાવવાનો નિર્ણય આપ્યો છે.
ભોપાલ ગેસ કાંડના પીડિતો અને યૂનિટની આસપાસના વિસ્તારોના લોકોએ અમેરિકાની કોર્ટ ઓફ અપીલ્સમાં મામલાની ફરી સુનાવણી કરવા માટે એક અરજી દાખલ કરી હતી. જાણકારી અનુસાર અરજીકર્તાઓમાં એવા લોકો પણ છે જેમના કુવાઓનું પાણી ઝેરીલા લિકેજના કારણે જીવલેણ બની ગયું હતું.













Click it and Unblock the Notifications
