માત્ર 1 રૂપિયો ફી લઈ હરીશ સાલવેએ કુલભૂષણ જાદવનો જીવ બચાવ્યો
માત્ર 1 રૂપિયો ફી લઈ હરીશ સાલવેએ કુલભૂષણ જાદવનો જીવ બચાવ્યો
હેગાઃ નેધરલેન્ડ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતમાં 17 જુલાઈએ ભારતને હાથે મોટી જીત લાગી. આઈસીજીએ ન માત્ર કુલભૂષણ જાદવની ફાંસીની સજા પર રોક લગાવી દીધી બલકે પાકિસ્તાનને આદેશ આપ્યો કે તેઓ જાદવને કાઉન્સલર એક્સેસ અપાવે. આઈસીજેની 16 જજોની બેંચે ન માત્ર પાકિસ્તાનને વિએન કનવે્શનના ઉલ્લંઘન પર ફટકાર લગાવી બલકે પાકિસ્તાનના બધા જ તર્કને પણ માનવાથી ઈનકાર કરી દીધો. આઈસીજેએ પાકિસ્તાનના આ તર્કને પણ ફગાવી દીધો કે ભારતે આ સંસ્થાનો પ્રયોગ પોતાની રાજનૈતિક મંશા માટે કર્યો છે.

પાકિસ્તાનને સજા પર વિચાર કરવા આદેશ આપ્યો
આઈસીજેની અધિકારી રીમા ઉમરે આ સમગ્ર મામલે ટ્વીટ કરી વિસ્તારથી જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આઈસીજેએ ભારતના પક્ષમાં ફેસલો લીધો. કોર્ટે જાદવને કાઉન્સલર એક્સેસનો અધિકાર આપવાનું જણાવી આને તેમને મૌલિક અધિકાર ગણાવ્યો છે. કોર્ટે પાકિસ્તાનને આદેશ આપ્યો કે તે મોતની સજાના ફેસલા પર પુનર્વિચાર કરે. ઈન્ડિયન નેવીથી કમાન્ડર રેંકથી રિટાયર થયેલ જાદવને પાકિસ્તાને એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી.

ફાંસીની સજા આપવામાં નહિ આવે
કોર્ટે જો કે ભારત તરફથી જાદવની રિહાઈની માંગણી કરી, મિલિટ્રી કોર્ટના ફેસલાને રદ્દ કરવા અને જાદવની સુરક્ષિત ભારત રિહાઈને માનવાની ઈનકાર કરી દીધો. રીમા ઉમર, સાઉથ એશિયા માટે ઈન્ટરનેશનલ લીગલ એડવાઈઝર છે. કોર્ટે એમ પણ કહ્યું કે જાદવની મોતની સતા ત્યાં સુધી યથાવત રાખવી જ્યાં સુધી પાકિસ્તાન પ્રભાવી રીતે પોતાના ફેસલા પર પુનર્વિચાર ન કરે.

કોઈપણ હાલમાં કાઉન્સલર એક્સેસ મળે
કોર્ટે માન્યું કે પાકિસ્તાને કાઉન્સલર એક્સેસ ઉપલબ્ધ ન કરાવી વિએના કનવન્શનના આર્ટિકલ 35 (1)નો ઉલ્લંખન કર્યો છે. આઈસીજેએ કહ્યું કે ફાંસીની સજા પર રોક એક અનિવાર્ય સ્થિતિ છે અને આને પ્રભાવી રીતે જાદવના કેસમાં માનવું જોઈએ. આઈસીજેએ કહ્યું કે પાકિસ્તાને ભારતના સંપર્કના અધિકારી, જાદવને મળવ અને તેમના કાનૂની પ્રતિનિધિત્વના અધિકારથી વંચિત રાખ્યા. એવામાં પાકિસ્તાને કેટલાય પ્રકારે વિએના સંધિ તોડી છે.

આઈસીજેમાં ભારતની માંગ શું હતી
ભારતે આઈસીજેમાં પાંચ બિંદુઓ અંતર્ગત અપીલ કરી હતી. ભારતે કાઉંસલર એક્સેસ, મોતની સજા ખતમ કરવા, અસૈન્ય કોર્ટમાં સામાન્ય કાનૂનો અંતર્ગત તેમનો નિષ્પક્ષ ટ્રાયલ કરવા, તેમના માટે કાનૂની પ્રતિનિધિની વ્યવસ્થા કરવા ઉપરાંત જાદવની રિહાઈની માંગણી પણ કરી હતી. પાકિસ્તાને જાદવને કોઈ અજાણી જગ્યાએ રાખ્યો છે.
-
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી







Click it and Unblock the Notifications
