અમેરિકી સંસદમાં 45 ટકાથી વધુ ગ્રીન કાર્ડ્સ જાહેર કરતું બિલ રજૂ થયું

Posted By:
Subscribe to Oneindia News

ટ્રંપ પ્રશાસને અમેરિકાની સંસદમાં મહત્વનું બિલ પસાર કર્યું છે. આ બિલમાં 45 ટકાથી વધુ ગ્રીન કાર્ડ જાહેર કરવા મામલે મહત્વની વાત કહેવામાં આવી છે. અમેરિકી સંસદે પેશ કરેલા આ બિલમાં મેરિટના આધાર પર ઇમિગ્રેશન સિસ્ટમ પર ભાર મૂકતા દર વર્ષે આપનારા ગ્રીન કાર્ડ્સ પર 45 ટકા વધારો કરવાની માંગ છે. આ બિલ પર જો હસ્તાક્ષર થઇ ગયા તો તે કાનૂન બની જશે અને તેનો સીધો ફાયદો તે ભારતીયોને થશે તે અમેરિકા જવાની રાહ જોઇ રહ્યા છે. સિક્યોરિંગ અમેરિકાઝ ફ્યૂચર એક્ટ નામથી રજૂ થયેલા આ બિલને ટ્રંપ પ્રશાસનનું સમર્થન મળ્યું છે. આ બિલને અમેરિકા કોંગ્રેસથી પાસ થયા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના હસ્તાક્ષર સાથે નવા કાનૂન તરીકે રજૂ કરાશે.

trump

આ કાનૂન બનતા જ ડાયવર્સિટી વીઝા કાર્યક્રમ પૂર્ણ થઇ જશે. આ સાથે જ કુલ ઇમિગ્રેશન સ્તરના આંકડા 1.05 મિલિયનથી ઓછો થઇને 2 લાખ 60 હજાર થઇ જશે. ભારતીય અમેરિકી કર્મચારીઓ ખાસ કરીને H-1B વીઝા પર અમેરિકા જતા અને તે પછી ત્યાં સ્થાઇ રીતે રહેતા કાનૂની રીતે ગ્રીન કાર્ડનો વિકલ્પ પસંદ કરે છે. તેમને આ બિલ પસાર થતા સૌથી વધુ લાભ મળશે. એક અનુમાન મુજબ લગભગ 5 લાખ ભારતીય ગ્રીન કાર્ડ મેળવવા માટે લાઇનમાં છે. અને તે પોતાના એચ 1 બી વીઝાને દર વર્ષે વધારી રહ્યા છે. સાથે જ જે લાંબા સમયથી ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છે છે તેવા લોકોને આ બિલ પસાર થતા લાભ મળશે.

English summary
Bill for increasing allotment of green cards introduced in US House

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.