For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના ટેક્સાસ ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ધમાકો, 60ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

blast-texas
ટેક્સસ, 18 એપ્રિલ: બોસ્ટનમાં ડબલ બ્લાસ્ટના ત્રણ દિવસ બાદ અમેરિકાના ટેક્સાસમાં આજે એક જોરદાર ધમાકો થયો છે. આ ધમાકામાં લગભગ 100 લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ધમાકો એક ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં થયો છે. ધમાકાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

UPADATE 10:55 AM

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર ધમાકામાં 60થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. વિસ્ફોટના કારણે પ્લાન્ટમાં આગી લાગી ગઇ છે. પ્લાન્ટની આસપાસ કેટલીક બિલ્ડિંગો ધરાશય થઇ જતાં 100થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તા ડીએલ વિલ્સનના જણાવ્યા અનુસાર વિસ્ફોટના કારણે પ્લાન્ટ સ્થિત એક નર્સિંગ હોમ ધરાશય થઇ ગયું છે. તેમાં કેટલાય લોકો ફસાયેલા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિસ્ફોટ એટલો જબરજસ્ત હતો કે તેનો અવાઝ 20 કિમી દૂર સુધી સંભળાયો હતો. એક મહિલાએ જણાવ્યું હતું કે તેને 13 માઇલ દૂર સુધી અવાઝ સાંભળ્યો હતો. બચાવ અને રાહત કાર્યો શરૂ કરી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત હેલિકોપ્ટર પણ મોકલી દેવામાં આવ્યાં છે.

આધિકારીક સૂત્રોનું કહેવું છે કે વાકોના ઉત્તરમાં સ્થિત આ ફર્ટિલાઇઝર પ્લાન્ટ ધમાકામાં એક નર્સરી હોમ ક્ષતિગ્રસ્ત થયું છે અને કેટલીક અન્ય બિલ્ડિંગોને નુકસાન પહોંચ્યું છે. રિપોર્ટ અનુસાર ધમાકો સ્થાનિય સમયનુસાર સાંજે 7.50 વાગ્યાની આસપાસ થયો હતો. આ ધમાકા બાદ લગભગ 100 ફુટની ઉંચાઇ સુધી આગ અને ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા.

English summary
Two days after the Boston terror attack, an explosion hit a Fertiliser plant near Waco in Texas on Wednesday night, injuring more than 100.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X