For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેતજો : પેશાબમાં લોહી પડવું કેન્સરની નિશાની હોઇ શકે!!!

|
Google Oneindia Gujarati News

લંડન, 21 ઓક્ટોબર : આપને પેશાબમાં જો લોહી પડવાની સમસ્યા હોય અને આવું જો એક પણ વાર થયું હોય તો તેને હળવેથી લઇ શકાય તેમ નથી. કારણ કે આ બાબત કેન્સરનું લક્ષણ હોઇ શકે છે. બ્રિટનમાં કિડનીના કેન્સર અંગે જાગૃતિ ફેલાવનારા એક સંગઠને આ દાવો કર્યો છે.

આ સંગઠનના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષમાં બ્રિટનમાં કિડનીના કેન્સરના મામલે પહેલાની સરખામણીએ કેન્સર થવાના કિસ્સા ત્રણ ગણા વધી ગયા છે. જ્યારે કિડનીના કેન્સરના કારણે મરનારાઓની સંખ્યા સાત ગણી વધી ગઇ છે.

blood-in-urine

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ નામના આ સંગઠનનું કહેવું છે કે કિડનીના કેન્સરનું જોખમ ખરાબ જીવનશૈલી સાથે સંકળાયેલું છે. સિગરેટ પીવાથી અને મેદસ્વીપણાથી કેન્સર થવાનું જોખમ વધે છે. જો આ બિમારી અંગે ઝડપથી ખ્યાલ આવી જાય તો મૃત્યુ થવાની શક્યતાને ઘટાડી શકાય છે.

કિડનીના કેન્સરની પ્રારંભિક સ્થિતિમાં જાણ થાય તો બચવાની શક્યતા 97 ટકા રહેલી છે. ત્યાર બાદ તે માત્ર 32 ટકા રહે છે. પેશાબમાં લોહી પડવું તે મૂત્રાશયના કેન્સરના 80 ટકાથી વધારે કિસ્સામાં એક લક્ષણ બન્યું હોવાનું બહાર આવ્યું છે. આ કારણે જેવું આપને પેશાબમાં લોહી દેખાય આપે ડોક્ટરની સલાહ લેવી જોઇએ.

English summary
Blood in urine is may warning sign of Kidney cancer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X