For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં ભીષણ ધમાકો, અત્યાર સુધી 61ના મોત, તાલિબાને લીધી જવાબદારી

પાકિસ્તાનની પેશાવર મસ્જિદમાં ભીષણ વિસ્ફોટ થયો. જેમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થઈ ગયા છે. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે.

|
Google Oneindia Gujarati News

Pakistan Peshawar Blast: પાકિસ્તાનના પેશાવર શહેરમાં ભીષણ બૉમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 61 લોકોના મોત થઈ ગયા છે. વળી, લગભગ 200 લોકોના ઘાયલ થયાના સમાચાર છે. ડૉન ન્યૂઝ ટીવી પર બતાવવામાં આવેલ ફૂટેજ મુજબ પેશાવરના પોલિસ લાયન્સ વિસ્તારમાં એક મસ્જિદમાં વિસ્ફોટની સૂચના મળી છે. વળી, ટેલિવિઝન રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વિસ્ફોટ જૌહરની નમાઝ વખતે બપોરે લગભગ 1.40 વાગે(સ્થાનિક સમયાનુસાર) થયો હતો. હુમલાની જવાબદારી પાકિસ્તાન તાલિબાન(TTP)એ લીધી છે.

bomb blast

ડૉન ન્યૂઝ ટીવીના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ઈમરજન્સી લાદવામાં આવી છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. જિયો ન્યૂઝે તેના અહેવાલમાં કહ્યુ છે કે હાલમાં 61 લોકોના મોત અને લગભગ 200 લોકો ઘાયલ થયાના સમાચાર છે અને આ બૉમ્બ બ્લાસ્ટ એક આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા મુજબ આત્મઘાતી બૉમ્બરે વિસ્ફોટ કર્યો ત્યારે તે નમાઝ દરમિયાન આગળની હરોળમાં હતો, જેમાં જૌહરની નમાઝ કરતા ડઝનેક જોહર નમાઝી ઘાયલ થયા હતા. ઘાયલોને પેશાવરની લેડી રીડિંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જિયો ન્યૂઝ મુજબ મોટાભાગના ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાનુ કહેવાય છે. બીજી તરફ, જ્યાં આ બ્લાસ્ટ થયો છે તે વીઆઈપી વિસ્તાર છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓના ઘર છે. રિપોર્ટ મુજબ આ વિસ્ફોટ પોલીસ લાઇન વિસ્તારમાં બન્યો હતો, તેથી મસ્જિદમાં મોટાભાગના નમાઝી પોલીસકર્મીઓ હતા. વળી, એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વિસ્ફોટ દરમિયાન 400થી વધુ લોકો મસ્જિદમાં હતા અને વિસ્ફોટ પછી, મસ્જિદ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ છે અને કાટમાળમાં ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલો પણ નોંધાયા છે. મસ્જિદમાં ચાર સ્તરની સુરક્ષા હતી. મસ્જિદની સુરક્ષા માટે લગભગ 300 પોલીસકર્મીઓ તૈનાત હતા. હવે સવાલો ઉઠી રહ્યા છે કે આતંકવાદીઓ તેમાં ઘૂસવામાં કેવી રીતે સફળ થયા.

English summary
Bomb blast in Peshawar mosque of Pakistan, many people died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X