For Quick Alerts
For Daily Alerts
પાકિસ્તાનઃ રાવલપિંડી જેલ પાસે બોમ્બ બ્લાસ્ટ, 1નું મોત 4 ઘાયલ
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ક્વેટા બાદ હવે રાવલપિંડીમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. રાવલપિંડીજેલ પાસે જોરદાર ધમાકો થયો, જેમાં 1 શખ્સનું મોત થયું જ્યારે 4 લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. ધમાકો રાવલપિંડીના અદિયાલા જેલ પાસે થયો છે. આ ધમાકામાં એક યુવકનું મોત થઈ ગયું છે. આની પહેલા શુક્રવારે પાકિસ્તાનના અશાંતિ ભાગ બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં પણ બ્લાસ્ટ થયો હતો.
શુક્રવારે ક્વેટામાં આવેલ એક મસ્જિદમા બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં 16 લોકોનાં મોત થયાં, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થઈ ગયા. ધમાકો એવા સમયે થયો જ્યારે લોકો નમાજ પઢવા માટે મસ્જિદ આવ્યા હતા. મીડિયા અહેવાલો મુજબ આ વિસ્ફોટ પોલીસ અધિકારીઓને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યો હતો.
દિલ્હી ચૂંટણી પહેલા જેપી નડ્ડા સંભાળશે ભાજપની બાગડોર, લેશે અમિત શાહની જગ્યા