ના હોય, 84 વર્ષીય મહિલાનાં ગર્ભમાં 44 વર્ષનું બાળક!

Posted By:
Subscribe to Oneindia News

રિયો ડે જિનારિયો, 18 ફેબ્રુઆરીઃ ઉક્ત મથાળું વાંચીને કદાચ તમને આશ્ચર્ય થયું હશે અને લાગતું હશે કે આવું તે કંઇ હોતું હશે, પરંતુ રઆ સમાચાર એકદમ સત્ય છે. આ અજબ ગજબ વિશ્વમાં કંઇપણ સંભવ છે. જી હાં, બ્રાઝીલની 84 વર્ષીય મહિલાના ગર્ભમાં ડોક્ટર્સને 44 વર્ષનું બાળક મળી આવ્યું છે.

44-year-old-fetus-in-woman
અમેરિકાની વેબસાઇટ ડેલી મેઇલમાં પ્રકાશિત સમાચાર અનુસાર બ્રાઝીલના ટોકનટિન્સ રાજ્યની રહેવાસી 84 વર્ષીય મહિલાને અચાનક પેટમાં દર્દ ઉપડ્યું હતું. જેને હોસ્પિટલ લાવવામાં આવી હતી. તેની ઉમરને જોતા ડોક્ટર્સે સાધારણ સારવાર શરૂ કરી, પરંતુ દુઃખાવો વધી જતા ડોક્ટર્સે મહિલાના પેટનો એક્સરે લીધો. એક્સરે રિપોર્ટ જોઇને ડોક્ટર્સ ચોંકી ગયાં હતાં.

ડોક્ટર્સને પહેલાં લાગ્યું કે, મહિલાનાં ગર્ભાશયમાં કોઇ પત્થર છે, જેને બહાર કાઢવા માટે ઓપરેશન કરવું પડશે, પરંતુ ત્યારબાદ પથ્થરના આકારને જાણવા માટે અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું તો, જાણવા મળ્યું કે, તે બાળક છે. 84 વર્ષની ઉમરે ગર્ભમાં બાળક જોઇને ડોક્ટર્સ પણ હેરાન થઇ ગયા. ડોક્ટર્સે મહિલાને આ સંબંધે પૂછ્યું તો તેણે જૂની વાતો યાદ કરી.

મહિલાએ જણાવ્યું કે, અંદાજે 44 વર્ષ પહેલા તે સગર્ભા હતી. ત્યારે તે બાળક ઇચ્છતી નહોતી, તો તેણે ગર્ભપાતની દવા લીધી હતી. થોડાક દિવસ બાદ દુઃખાવો ઠીક થઇ ગયો, તો તેને લાગ્યું કે ગર્ભપાત થઇ ગયો છે, પરંતુ તેને માલૂમ નહોતું કે આજે પણ બાળક તેના પેટમાં છે, પરંતુ જીવીત નથી. ડોક્ટર્સે તપાસ કરી તો બાળકના હાથ અને પગના હાડકાં બની ચૂક્યા છે. તે 20થી 28 અઠવાડિયામાં જ પેટમાં મરી ગયો હતો. ત્યારબાદ તેના પર કેલ્શિયમ જામવા લાગ્યું અને આજે તે પથ્થર સમાન થઇ ગયો છે. ડોક્ટર્સ તેને સ્ટોન બોય કહી રહ્યાં છે.

આ કેસનું અધ્યયન કરનારા માટે ડોક્ટર્સે મહિલાને સ્ત્રીરોગ વિશેષજ્ઞ વિભાગમાં સ્થળાંતરિત કરી અને સર્જરી કરવાની વાત કરી, પરંતુ મહિલાએ સર્જરી કરવાની ના પાડી દીધી અને તેણે કહ્યું કે તે આખી જિંદગી આ બાળકને પોતાના પેટમાં રાખવા માગે છે.

English summary
A 44-year-old fetus has been found in an 84-year-old Brazilian woman. Discovery came last Friday, when the woman's intense stomach pains landed her in a hospital.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.