For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BRICS Summit : મોદીએ કહ્યું સૌનો સાથ સૌનો વિકાસ જરૂરી!

બ્રિક્સ સંમેલનના છેલ્લા દિવસે પીએમ મોદીએ આપ્યું ભાષણ. આતંકવાદ, સાયબર ક્રાઇમ રહ્યા તેમના ભાષણના મુખ્ય મુદ્દા. સાથે જ આજે તે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને પણ મળશે.

|
Google Oneindia Gujarati News

બ્રિક્સના 9માં સંમેલનના બીજા દિવસે પાંચ દેશ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રઅધ્યક્ષોએ એક બીજા સાથે મુલાકાત કરી હતી અને તમામ વિષયો પર બેઠક કરી હતી. જે દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ સંમેલનના છેલ્લા દિવસે આપેલા પોતાના ભાષણમાં તમામ દેશોએ સાથે મળીને સાથે વિકાસ કરવાની વાત કહી હતી. પીએમ મોદીએ કહ્યું કે આવનારો દશકો મહત્વનો છે. ચીનના શ્યામનમાં આયોજીત બ્રિક્સ સંમેલનમાં પીએમ મોદીએ આંતકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

Brics summit 2017 modi

સાથે જ સાયબર સુરક્ષા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે પણ પોતાનો પક્ષ મૂક્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે સાઇબર સુરક્ષા ખૂબ જ જરૂરી છે. આજે પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જીનપિંગ પણ એકબીજા સાથે મુલાકાત કરશે. ત્યારે આશા સેવવામાં આવી રહી છે કે આ મુલાકાત ડોકલામ મુદ્દાને ભૂલાવીને થાય. 10 વાગે થનારી બન્ને દેશોને આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે પીએમ મોદીએ તેમના છેલ્લા ભાષણમાં આતંકવાદ, સાઇબર સુરક્ષા અને આપદા પ્રબંધન જેવા ત્રણ મુદ્દા જેનાથી તમામ દેશો પરેશાન છે તે અંગે એકબીજાનો સહયોગ માંગ્યો હતો. સાથે જ જલવાયુ પરિવર્તન પર પણ સાથે કામ કરવા તમામ દેશોને આહ્વાહન કર્યું હતું.

English summary
Brics summit 2017 2nd and last day. Today PM Narendra Modi meet xi jinping.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X