For Quick Alerts
For Daily Alerts
ના હોય! બ્રિટનમાં પાંચ હજાર બાળકોને જન્મજાત ડ્રગ્સની લત
લંડન, 5 જાન્યુઆરીઃ બ્રિટેનમાં છેલ્લા પાંચ વર્ષમાં જન્મેલા 5,500 બાળકો માંના ગર્ભથી જ હેરોઇન, ક્રેક કોકીન અને અન્ય નશાયુક્ત પ્રદાર્થોની લત સાથે જન્મે છે. સમાચાર પત્ર ધ સનના અહેવાલ અનુસાર સ્વાસ્થ્ય વિભાગના આંકાડાઓમાં કહેવામાં આવ્યું છે કે તમામ નવજાતોમાં જન્મના અમુક કલાકો બાદ નીયો નેટલ વિથડ્રાવલ સિમ્પટમ જોવા મળ્યા હતા.
વિથડ્રાવલ સિમ્પટમનો અર્થ એ ભાવનાત્મક કે શારીરિક લક્ષણોથી છે, જે નશાની લત છોડ્યા બાદ જોવા મળે છે. અખબારે જણાવ્યા પ્રમાણે, આ લક્ષણો એ લોકોમાં જોવા મળે છે જે નશાની હાલતમાં ખરાબ રીતે ફસાઇ ગયા બાદ તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
આવા લક્ષણ ધરાવતા બાળકોમાં ઉલ્ટી, તાવ અને શ્વાસ લેવામા સમસ્યા ઉદભવવાનો ખતરો રહે છે. જેથી તેમનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. બાળકોને નશાની લત એ માટે પડી હોય છે, કારણ કે ગર્ભકાળ દરમિયાન તેમની માતાએ નશાનું સેવન છોડ્યું ના હોય.
આંકડાને ટોરી સાંસદ નિક ડે બોઇસે સંસદમાં પ્રશ્ન ઉઠાવીને સામે લાવ્યા. તેમણે કહ્યું કે આંકડા આશ્ચર્ય પમાડનારા છે. એ સમજવું અઘરું છે કે બ્રિટનમાં દર વર્ષે એખ હજાર બાળકો નશાની લત સાથે જન્મે છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 2011માં કુલ 596 લોકોનું મોત હેરાઇનની લતનાં કારણે થયું હતું.