મલાલાની તબિયતમાં સુધાર, સર્જરીની જરૂર

બર્મિઘમ હોસ્પિટલમાં એક નિવેદન જારી કરીને જણાવાયું કે મલાલાની રાત આરામદાયક રહી અને હોસ્પિટલના ડોક્ટરો સતત તેની સારવારમાં લાગેલા છે. કવીન એલિઝાબેથ હોસ્પિટલના તબીબી નિર્દેશક ડેવ રોઝરે કહ્યું કે મલાલાને રકિંસ્ટ્રક્ટિવ સર્જરીની કરવી પડશે. તેમણે જણાવ્યું કે મલાલાની તબિયત સુધરવાની ઘણી આશાઓ છે.
મલાલાની મદદ કરવા અને આર્થિક સહાયતા માટે હોસ્પિટલને ઘણા સંદેશા મળી રહ્યા છે. ટ્રસ્ટની વેબસાઇટ પર એક મેસેજ બોર્ડ બનાવવામાં આવ્યું છે. જેની પર મલાલાના હિતેચ્છુઓ તેના માટે શુભેચ્છા સંદેશ આપી શકે.
આ 14 વર્ષી મલાલાને ગયા મંગળવારે તાલિબાનીયોએ ગોળી મારી દીધી હતી. મલાલાને સોમવારની સાંજે સારવાર માટે હવાઇ એમ્બ્યુલન્સ દ્વારા પાકિસ્તાનથી લંડન લવાઇ હતી.












Click it and Unblock the Notifications
