15માં માળથી પડ્યા પછી પણ જીવતો રહ્યો યુવક
મેલબોર્ન, 18 જૂનઃ આ સાંભળીને તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ સાચું છે કે ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં 20 વર્ષીય એક બ્રિટિશ મેન ટોમ સ્ટિલવેલ 15મા માળેથી પડ્યાં પછી પણ જીવીત છે. તેના મિત્રોનું કહેવું છે કે, તેના કેટલાક હાંડકા તૂટી ગયા છે, પરંતુ હવે તે ખતરાની બહાર છે. બીજી તરફ ડોક્ટર પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં છે, તેની સારવાર કરનાર એક ડોક્ટરે કહ્યું છે કે, આટલી ઉંચાઇ પરથી પડ્યાં પછી બચી જવું એક આશ્ચર્યજનક ઘટના છે.
તેના પાડોસીએ જણાવ્યા પ્રમાણે તે જ્યારે નીચે પડી રહ્યો હતો ત્યારે તે એક બીજા ઘરની બાલકનીમાં દાખલ થવા માટેનો પ્રયત્ન કરી રહ્યો હતો.

ટોમ સ્ટિલવેલ એક બ્રિટિશ મેન છે અને રજા વિતાવવા માટે ન્યુઝીલેન્ડ આવ્યો છે. હવે તે ખતરાની બહાર છે.












Click it and Unblock the Notifications
