બજેટ વધારે જવાબદારીવાળું હશે : પી ચિદમ્બરમ

ચિદમ્બરે જણાવ્યું કે આ બેઠક દરમિયાન રોકાણકારોને રાજકીય સ્થિરતા અને સુધારાઓને આગળ વધારવામાં સરકારની ક્ષમતા પર શંકા વ્યક્ત કરી હતી. આ અંગેના જવાબમાં નાણાપ્રધાને જણાવ્યું કે "તેમણે 2014માં થનારી સામાન્ય ચૂંટણીઓની તરફ સંકેત આપ્યા છે. અને જણાવ્યું છે કે ચૂંટણી નજીક આવશે તો અમારા પગ ડગમગી જશે."
બેઠક બાદ ચિદમ્બરમે પત્રકારોને જણાવ્યું કે "મેં તેમને આશ્વાસન આપ્યું છે કે ચૂંટણીઓ યોજાવામાં હજી 15 દિવસ બાકી છે. અને સામાન્ય બજેટ તો ફેબ્રુઆરીમાં રજૂ થવાનું છે. આથી તે એક જવાબદારી ભરેલું બજેટ હશે. તેમાં અનેક નિર્ણયો અમલી બનાવાશે."
ચિદમ્બરમે જણાવ્યું કે રોકાણકારોની ચિંતા આધાર વગરની છે કે અમે અમે કંઇ પણ કહીએ, ચૂંટણીના કારણે અમે જવાબદારીમાંથી છટકી જઇશું. ભારત માટે લોકોને સારી રૂચિ છે એ આ સંમેલનમાં ભાગ લેનારાઓની સંખ્યા પરથી સ્પષ્ટ જણાય છે.
નાણા મંત્રીએ જણાવ્યું કે અમે રોકાણ માટે રાજકોષીય મજબૂતી, પાયાગત મુદ્દાઓને દૂર કરવાની નીતિ અને અધૂરી રહેલી યોજનાઓના માર્ગના અવરોધો દૂર કરવામાં મદદ મળી છે. તેમની આશંકાઓ દૂર થઇ છે. ભારતમાં તેમનો રસ વધ્યો છે.












Click it and Unblock the Notifications
