For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ઉજવાય છે વિશ્વ પુસ્તક દિન

|
Google Oneindia Gujarati News

world-book-day
બદલાતા સમયમાં લોકોની ઘટતી જતી વાંચનવૃતિને વિકસાવવા માટે સમગ્ર વિશ્વમાં 23 એપ્રિલના દિવસને "વિશ્વ પુસ્તક દિન" તરીકે ઉજવવામાં આવે છે. પુસ્તકો દ્વારા સારા નાગરિકોનું ઘડતર કરી શકાય છે. મનુષ્યોનો આંતરિક વિકાસ કરવામાં પુસ્તકો મહત્વનો ભાગ ભજવે છે. વિચારશીલ પુસ્તકોના વાંચન થકી જ ઉચ્ચ સામાજીક મૂલ્યો હાંસલ કરી શકાય છે.

પુસ્તકોના વાંચનથી જીવનમાં નવી દ્રષ્ટિ ઉઘડે છે, અને નૂતન વિચારોના દ્વાર ખુલે છે. ભૂતકાળમાં થયેલી ઘણી રાજકીય ક્રાંતિઓના પાયામાં નવા વિચારવાળા પુસ્તકોનો મહત્તમ ફાળો હતો.
ઇ-મેઇલ અને ઇન્ટરનેટના સમયની શરૂઆતમાં એવી ભીતિ સેવવામાં આવતી હતી કે, પુસ્તક વાંચન નામશેષ થઇ જશે. પરંતુ, સમયની સારણીમાં તવાઇને પુસ્તકવાંચન વધુ સુદ્રઢ બન્યું છે.
નવી પેઢી વાંચન પ્રત્યે વધુ સજ્જ બની છે. ઘણા પુસ્તકો બેસ્ટસેલર બનતા રહયા છે, એ જ સૂચવે છે કે, વાંચનથી વિમુખ થવાને બદલે ઉલ્ટાની લોકોની વાંચન પ્રત્યેની રૂચિ વધી છે.

મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેકસપિયર 23 એપ્રિલે જન્‍મ્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન પણ થયું હતું. આથી યુનેસ્કો દ્વારા 1925થી દર વર્ષે 23 એપ્રિલે સમગ્ર વિશ્વમાં "વિશ્વ પુસ્તક દિન" ઉજવવામાં આવે છે. વાચનને વરેલી ભારતીય સંસ્કૃતતિના રામાયણ, મહાભારત, વેદો, ઉપનિષદો, પુરાણો વગેરે જેવા ગ્રંથો થકી પુસ્તેકોનો મહિમા આજપર્યંત જીવંત રહી શકયો છે. એવી જ રીતે, કુર્રાન, બાઇબલ, અવેસ્તાસ જેવા અન્યિ ધર્મગ્રંથો પણ પુસ્તેકોનું જ મહત્વ સાબિત કરે છે.

સ્પેનમાં આવેલા કેટેલીના પરગણાથી આ ઉજવણીની શરૂઆત થઇ હતી. વાચકો તેમના પ્રિય લેખકોને 23 એપ્રિલે ફુલોના બુકેથી નવાજતા, અને પરસ્પર પુસ્તકો ભેટ આપતા. પોતાના માનીતા લેખકો પ્રત્યેનું ઋણ અદા કરવા માટે યુ.કે. અને આર્યલેન્ડમાં 23 એપ્રિલને બદલે પાંચમી એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવાય છે. આ બંને દેશોમાં બાળકોને આ ઉજવણીમાં ખાસ સામેલ કરવામાં આવે છે. જેથી તેઓમાં નાનપણથી જ વાચન પ્રત્યે રૂચિ કેળવાય.

સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે, અને લેખકો પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે. ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે. પ્રકાશકો દ્વારા ખાસ યોજનાઓ જાહેર કરવામાં આવે છે જેથી વધુને વધુ લોકો પુસ્તકો ખરીદે. માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે, એ જ વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો હેતુ છે.

વર્ષ 2013 માટે યુનેસ્કોએ જે પુસ્તકોની યાદી જાહેર કરી છે તે આ મુજબ છે.

1. Giraffes Can't Dance: Colouring and Puzzle Fun by Giles Andreae and Guy Parker-Rees
2. Horrid Henry's Guide to Perfect Parents by Francesca Simon
3. Weird World of Wonders: Funny Inventions by Tony Robinson
4. Alfie's Shop an Alfie story by Shirley Hughes
5. Bittersweet a Chocolate Box Girls story by Cathy Cassidy
6. Best Book Day Ever! (so far) by Tom Gates
7. Ruby Redfort by Lauren Child
8. Two of Diamonds a Diamond Brothers story by Anthony Horowitz

English summary
Celebrate today as World Book Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X