For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષના પહેલા દિવસે મુશર્રફ પર નક્કી થશે આરોપ

|
Google Oneindia Gujarati News

ઇસ્લામાબાદ, 24 ડિસેમ્બરઃ પાકિસ્તાનની એક વિશેષ અદાલત પૂર્વ સૈનિક તાનાશાહ પરવેઝ મુશર્રફ વિરુદ્ધ ઉચ્ચ શ્રેણીના દેશદ્રોહના મામલે 1 જાન્યુઆરી 2014એ આરોપ નક્કી કરશે. ન્યાયાલના અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. સમાચાર એન્જસી સિન્હુઆ અનુસાર, મુશર્રપ વિરુદ્ધ સંવિધાનને નિષ્પ્રભાવી બનાવવાના મામલે મંગળવારે સુનાવણી થવાની હતી. પૂર્વ રાષ્ટ્રપતિ જોકે સુરક્ષાના કારણોસર અદાલતમાં હાજર રહી શક્યા નહોતા.

pervez-musharraf
ત્રણ દિવસીય વિશેષ અદલાતે મુશર્રફને સુનાવણીના પહેલા દિવસે હાજર રહેવા કહ્યું હતું, પોલીસે કહ્યું કે, મુશર્રફના અદાલત આવવાના માર્ગમાં તેમને પાંચ કિલો બોમ્બ અને બે પિસ્તોલ મળી છે. મુશર્રફના વકીલ મંસૂર અલી ખાને અદાલતને કહ્યું કે, તેમના મુવક્કિલ પર જાનનું જોખમ હોવાના કારણે તે અદાલતમાં હાજર રહી શકે તેમ નથી.

ત્રણ દિવસીય અદાલતના પ્રમુખ ન્યાયમૂર્તિ ફૈસલ અરબે દલીલને મંજૂર કરતા મુશર્રફના વકીલને સુરક્ષાના જોખમ અંગે લેખિત આગ્રહ રજૂ કરવા કહ્યું. સરકારમાં વકીલે જો કે, દલીલ આપી કે, મામલાની પ્રકૃતિને જોતા મુશર્રફને વ્યક્તિગત પેશીમાંથી છૂટ આપી શકાય નહીં.

મુશર્રફના વકીલે અદાલતને બે સપ્તાહ બાદ સુનાવણી કરવાનો આગ્રહ કર્યો, પરંતુ ન્યાયાલયે એક સપ્તાહ સુનાવણી ટાળવાની અનુમતી આપતા 1 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

English summary
This is how New Year will welcome Pervez Musharraf. A special court in Pakistan will formally frame charges of high treason against ex-president Pervez Musharraf Jan 1, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X