પોતાની નવી રડાર સિસ્ટમથી ચીન રાખશે ભારત પર નજર
પોતાની નવી રડાર સિસ્ટમથી ચીન રાખશે ભારત પર નજર
બેઈજિંગઃ ચીને એવું એક મેરીટાઈમ રડાર તૈયાર કર્યું છે જે ભારત જેટલા ક્ષેત્રફળવાળા વિસ્તારમાં આસાનીથી નજર રાખી શકે છે. બુધવારે ચીની મીડિયા તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. આ રડાર સિસ્ટમને ડેવલપ થયા બાદથી ચીન નેવી આસાનીથી નજર રાખી શકે છે. બુધવારે ચીની મીડિયા તરફથી આ વાતની જાણકારી પવામાં આવી છે. આ રડાર સિસ્ટમને ડેવલપ થયા બાદથી ચીની નેવી આસાનીથી ચીનના સમુદ્ર પર તો નજર રાખી જ શકશે પરંતુ આ ઉપરાંત દુશ્મન જહાજ, એરક્રાફ્ટ અને મિસાઈલ પર પણ નજર રાખશે. હોંગકોંગના અખબાર સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે આ રડાર સિસ્ટમના પ્રોગ્રામમાં સામેલ એક વૈજ્ઞાનિકના હવાલેથી આ વાતની જાણકારી આપી છે.

દેશના ટૉપ મિલિટ્રી સાયન્ટિસ્ટે તૈયાર કર્યું રડાર
ચીનના આ રડાર સિસ્ટમને ઓવર ધી હોરાઈઝન રડાર પ્રોગ્રામ અંતર્ગત ડેવલપ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ સાથે જોડાયેલ વૈજ્ઞાનિક લ્યૂ યોંગતાનના પ્રોગ્રામનો શ્રેય આપવામાં આવી રહ્યો છે. યોંગતાન હાર્બિન ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજીના ચાઈનીઝ એકેડમી ઑફ સાયન્સ સાથે જોડાયેલ છે. યોંગતાના ચીનની રડાર ટેક્નોલોજીને અપગ્રેડ કરી અને નેવી માટે એડવાન્સ્ડ કોમ્પેક્ટ સાઈઝવાળો રડાર ડેવલપ કર્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ રડાર દ્વારા ભારત જેટલો મોટા ક્ષેત્રફળ વાળા વિસ્તાર પર આસાનીથી નજર રાખી શકાય છે. રાષ્ટ્રપતિ જિનપિંગે લ્યૂ અને દેશના ટૉપ સાયન્ટિસ્ટ કિયાન કિહૂને પણ સન્માનિત કર્યા છે.

જૂનો રડાર માત્ર 20 ટકા સક્ષમ
મંગળવારે બેઈજિંગના ગ્રેટ હૉલ ઑફ ચાઈનામાં આ બંને વૈજ્ઞાનિકોને પુરસ્તારની સાથે 1.116 મિલિયન ડોલરની પ્રાઈઝ મની આપવામાં આવી છે. કિયાન કો મોર્ડન ડિફેન્સ એન્જિનિયરિંગની મદદથી જમીનની નીચે ન્યૂક્લિયર શેલ્ટર તૈયાર કરવામાં કરેલ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. લ્યૂએ રડાર સિસ્ટમ વિશે જણાવ્યું કે ઓટીએસની રેન્જને એટલો વધાર્યો કે પીપુલ્સ લિબ્રેશન આર્મી આ અંતર્ગત આસાનીથી નજર રાખી શકે છે. તેમણે જણાવ્યું કે પરંપરાગત ટેક્નોલોજીના ભરોસા પર માત્ર ચીનની મેરીટાઈમ સીમાના માત્ર 20 ટકા ભાગ પર જ નજર રાખી શકતી હતી. પરંતુ આ નવી સિસ્ટમ બાદ હવે સમગ્ર હિસ્સા પર ચીનની નજર રહી શકશે.

સાઉથ ચીનથી લઈ હિંદ અને પ્રશાંત મહાસાગર રેન્જમાં
પાણી પર તૈયાર ચીનના આ રડાર સિસ્ટમ બાદ નેવી, સાઉથ ચાઈના સી, હિંદ મહાસાગર પર નજર રાખશે. સાથે જ આ ક્ષેત્રો સાથે જોડાયેલ કેટલીય સેન્સિટિવ માહિતી એકઠી કરશે. એવું નથી કે માત્ર ચીનની પાસે આવા પ્રકારની સિસ્ટમ છે. અમેરિકાના મોટા ડિફેન્સ કોન્ટ્રાક્ટ રેથિયોનને પણ વર્ષ 2016માં આવી રીતે સિસ્ટમ ડેવલપ કરવાની પેટન્ટ હાસલ થઈ હતી. સાઉથ ચાઈના મોર્નિં પોસ્ટનું માનીએ તો ચીને ન્યૂયોર્કની સાઈઝથી પાંચ ગણા વધુ આકારવાળો એન્ટેના તૈયાર કરી લીધો છે. ચીની મિલિટ્રીનું બજેટ આ સમયે 175 બિલિયન ડોલરનું છે અને આ બજેટનો ઉદ્દેશ્ય અમેરિકાના રક્ષા ક્ષેત્ર પર વધતા પ્રભાવને ઘટાડવાનો છે. આનાથી આગલી ચીન જલદી જ પોતાના ત્રીજા એરક્રાફ્ટ કેરિયરને પણ ઉતારશે. બે એરક્રાફ્ટ કેરિયર પહેલેથી જ ચીન તૈયાર કરી ચૂક્યું છે.












Click it and Unblock the Notifications
