For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની બુલેટ ટ્રેન્સ ભારે નુકસાનમાં ચાલે છે, ભારતનું શું થશે?

|
Google Oneindia Gujarati News

બેજિંગ, 12 જુલાઇ : જાપાન અને ચીનમાં વર્ષોથી બુલેટ ટ્રેન દોડે છે. હવે ભારતમાં પણ બુલેટ ટ્રેન શરૂ થવાની છે. કેન્દ્ર સરકારે બજેટ 2014-15માં તેના માટે ખાસ ફાળવણી કરી છે. જો કે અહીં મહત્વની બાબત એ છે કે ચીનમાં ચાલી રહેલી બુલેટ ટ્રેન્સ ખોટમાં ચાલી રહી છે. ચીને હાઇ સ્પીડ રેલ નેટવર્ક તો તૈયાર કરી દીધું છે અને તેના પર ટ્રેન્સ પણ દોડી રહી છે. જો કે મોટા ભાગના માર્ગો પર ચાલતી ટ્રેન્સ યાત્રીઓના અભાવે નુકસાનમાં ચાલી રહી છે.

ભારતના સામાન્ય નાગરિકો આ બાબતથી અજાણ છે. જેના કારણે તેઓ બુલેટ ટ્રેનની વાત આવતા જ ખુશીથી ઝુમી ઉઠ્યા છે. જો કે ભારતના ટ્રાન્સપોર્ટેશન એક્સપર્ટ્સ ચીનમાં બુલેટ ટ્રેનની સ્થિતિની વાત સારી રીતે જાણે છે. આ જ કારણે તેમણે સરકારને બુલેટ ટ્રેનની ઘેલછા છોડીને સામાન્ય રેલ નેટવર્કને વધારે સુગમ બનાવવા, તેનો વિસ્તાર કરવા અને મેટ્રો રેલ, મોનો રેલ જેવા શહેરી પરિવહનની સુવિધા વધારવા માટેની સલાહ આપી હતી. જેના પગલે શહેરોમાં ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય. તેના કારણે મકાનોની કિંમતો પણ અંકુશમાં લાવી શકાય એમ છે.

બીજિંગ સ્થિત જિયોતાંગ યુનિવર્સિટીના પ્રોફેસર અને ટ્રાન્સપોર્ટેશન એક્સપર્ટ ઝાઓ જિને જણાવ્યું છે કે જ્યારે હાઇ સ્પીડ બુલેટ ટ્રેન્સને યાત્રીઓ મળી રહ્યા ના હોય ત્યારે મોટો ખર્ચો કરીને આ ટ્રેન્સ માટે હાઇ સ્પીડ ટ્રેન નેટવર્કની જાળ બિછાવવી બુદ્ધિમાની નથી. પહેલાથી જ ભારે બોજ હેઠળ દબાયેલા ચાઇના રેલ કોર્પોરેશનને તેના કારણે ભારે બોજ સહન કરવો પડી રહ્યો છે.

નોંધીનય છે કે ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે ત્રણ જુલાઇએ જ શાંધાઇ અને કુનમિંગ વચ્ચે હાઇ સ્પીડ રેલ લાઇનના નિર્માણની સમીક્ષા કરી હતી. માનવામાં આવે છે કે સુસ્ત થઇ ગયેલી અર્થ વ્યવસ્થામાં તેજી લાવવા માટે ચીન પાયારૂપ માળખાકીય વિકાસ, ખાસ કરીને રેલવે નેટવર્કની મજબૂતી અને વિસ્તરણ પર ભાર મૂકી રહી છે.

1

1

ચીનમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારે ગતિવાળી 2660 હાઇસ્પીડ ટ્રેઇન્સ ચાલી રહી છે.

2

2

વિશ્વમાં સૌથી મોટું હાઇસ્પીડ રેલવે નેટવર્ક છે. આ નેટવર્ક 10,000 કિલોમીટર કરતા પણ વધારે છે.

3

3

ચીને 64 નવી રેલવે યોજનાઓ માટે આ વર્ષે બજેટમાં 133 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.

4

4

ચીનમાં રેલવે નેટવર્ક વિસ્તારવા માટે ગયા વર્ષે ચીને બેંકો પાસેથી 43 અબજની લોન લીધી હતી.

5

5

43 અબજ લોનમાંથી 40,000 કિલોમીટરનું મેટ્રો રેલ નેટવર્ક ગોઠવી શકાય છે.

ચીનના હાઇ સ્પીડ રેલ નેટવર્ક અંગે કેટલાક તથ્યો

  1. ચીનમાં 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વધારે ગતિવાળી 2660 હાઇસ્પીડ ટ્રેઇન્સ ચાલી રહી છે.
  2. વિશ્વમાં સૌથી મોટું હાઇસ્પીડ રેલવે નેટવર્ક છે. આ નેટવર્ક 10,000 કિલોમીટર કરતા પણ વધારે છે.
  3. ચીને 64 નવી રેલવે યોજનાઓ માટે આ વર્ષે બજેટમાં 133 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.
  4. ચીનમાં રેલવે નેટવર્ક વિસ્તારવા માટે ગયા વર્ષે ચીને બેંકો પાસેથી 43 અબજની લોન લીધી હતી.
  5. 43 અબજ લોનમાંથી 40,000 કિલોમીટરનું મેટ્રો રેલ નેટવર્ક ગોઠવી શકાય છે.
English summary
China bullet trains runs in heavy losses, What will happen to India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X