For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનની અમેરિકાને ચેતવણી, તાલિબાનને આર્થિક મદદ કરો અથવા પરિણામો ભોગવવા તૈયાર રહો

ચીને આંતરરાષ્ટ્રીય સમુદાયને તાલિબાન માટે સરકારને માન્યતા આપવા વિશ્વના દેશોને સહકાર આપવા વિનંતી કરી છે. આ સાથે ચીને કહ્યું છે કે, જો તાલિબાનને સરકાર ચલાવવામાં મદદ નહીં આપવામાં આવે તો દુનિયાને તેના પરિણામો ભોગવવા પડશે.

|
Google Oneindia Gujarati News

ચીને તાલિબાનને અંગે મોટું નિવેદન આપ્યું છે. ચીને આંતરરાષ્ટ્રીય સમુદાયને તાલિબાન માટે સરકારને માન્યતા આપવા વિશ્વના દેશોને સહકાર આપવા વિનંતી કરી છે. ચીને આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેના સૈનિકોને લગભગ પરત બોલાવી લીધા છે અને એક દિવસ બાદ અફઘાનિસ્તાનમાં અમેરિકાનું મિશન પણ સમાપ્ત થઈ જશે. આ સાથે ચીને કહ્યું છે કે, જો તાલિબાનને સરકાર ચલાવવામાં મદદ નહીં આપવામાં આવે તો દુનિયાને તેના પરિણામો ભોગવવા પડશે.

China warns America

તાલિબાન પર ચીનનું નિવેદન

તાલિબાન પર ચીનનું નિવેદન

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ અમેરિકાના વિદેશ મંત્રીને કહ્યું છે કે, અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનમાં તાલિબાનને "માર્ગદર્શન" આપવું જોઈએઅને આર્થિક અને માનવતાવાદી સહાય પૂરી પાડવી જોઈએ. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, અફઘાનિસ્તાનનું ચલણ સતત ઘટી રહ્યું છે, તેથી તેને સંભાળવું જોઈએ અનેસમગ્ર વિશ્વએ અફઘાનિસ્તાનમાં સામાજિક સ્થિરતા જાળવવા માટે મદદ કરવી જોઈએ.

હિંસાને રોકવા માટે નક્કર પગલાં લેવા જોઇએ - ચીન

હિંસાને રોકવા માટે નક્કર પગલાં લેવા જોઇએ - ચીન

ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનો આદર કરતી વખતે, યુનાઇટેડ સ્ટેટ્સે અફઘાનિસ્તાનને આતંકવાદ સામે લડવા અને હિંસાને રોકવા માટેનક્કર પગલાં લેવા જોઇએ, અને બેવડા ધોરણો અપનાવીને પસંદગીપૂર્વક આતંકવાદ સામે લડવા માટે કામ કરવું જોઈએ.'

અમેરિકાને ચીનની ચેતવણી

અમેરિકાને ચીનની ચેતવણી

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે સપ્તાહમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેન અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે બીજી વખત વાતચીત થઈ છે. જેમાં ચીનેઅમેરિકાને એક રીતે સલાહ આપતા કહ્યું કે, તેણે તાલિબાનને આર્થિક મદદ કરવી જોઈએ. વાંગે બ્લિન્કેનને ચેતવણી આપી હતી કે, આંતરરાષ્ટ્રીય સૈનિકોને ઉતાવળમાંખસેડવાથી આતંકવાદી જૂથોને ફરીથી સંગઠિત થવાની અને મજબૂત બદલો લેવાની તક આપી શકે છે. શિન્હુઆ ન્યૂઝ અનુસાર ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે,અફઘાનિસ્તાનમાં તાત્કાલિક જરૂરી આર્થિક અને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે યુનાઇટેડ સ્ટેટ્સે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે નજીકથી કામ કરવું જોઇએ."

વાંગયીએ કહ્યું કે "યુનાઇટેડ સ્ટેટ્સે સામાજિક જાળવવા માટે કામ કરવું જોઇએ. સુરક્ષા અને સ્થિરતા, નવા અફઘાનિસ્તાનમાં રાજકીય માળખા અને સરકારી સંસ્થાઓનાસામાન્ય સંચાલનને જાળવવામાં મદદ કરે છે. "

ચીને ઉગ્ર ભાષામાં ધમકી આપી

ચીને ઉગ્ર ભાષામાં ધમકી આપી

રિપોર્ટ અનુસાર ચીનના વિદેશ મંત્રીએ અમેરિકાના વિદેશ મંત્રી સાથે વાતચીત દરમિયાન ઘણી રીતે ધમકી આપવાનો પ્રયાસ કર્યો છે. રિપોર્ટ અનુસાર, વાંગ યીએયુએસ સેક્રેટરી ઓફ સ્ટેટને કહ્યું છે કે, જો અમેરિકા ચીન સાથેના તેના સંબંધોને પાટા પર લાવવા માંગે છે, તો અમેરિકાએ ચીનની છબીને ખરાબ કરવાનો પ્રયાસકરવાથી દૂર રહેવું પડશે.

વાંગ યીએ કહ્યું કે, અમેરિકાએ ચીનની સાર્વભૌમત્વ, સુરક્ષા અને વિકાસના હિતોને નુકસાન પહોંચાડવાનું ટાળવું જોઈએ પરંતુ તાલિબાન પ્રત્યેચીનનું બદલાયેલ વલણ સ્પષ્ટપણે દર્શાવે છે કે, ચીન તાલિબાનને બહુ જલદી માન્યતા અપાવી શકે છે.

English summary
China has said the world will suffer the consequences if the Taliban are not helped run the government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X