‘બેન ચાઇના’ કેમ્પેન પર ભડક્યુ ચીન, કહ્યું- ‘ભારત માત્ર હોબાળો કરી શકે છે’

Subscribe to Oneindia News

ભારતમાં ચાલી રહેલ 'બેન ચાઇના' કેમ્પેનથી ચીન ભડકી ગયુ છે. ચીનના સરકારી મીડિયાના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે નિમ્ન સ્તરની પત્રકારિતાનો પરિચય આપતા ભારત સામે ખૂબ જ અપમાનજનક ટિપ્પણી કરી છે.

તમને જણાવી દઇએ કે હાલમાં જ ચીને ઉરી હુમલા બાદ સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આતંકી ઘોષિત કરવા પર મનાઇ કરી દીધી હતી. ચીન આ પહેલા પણ મસૂદ અઝહરને લઇને ભારતના દાવાઓની વિરુદ્ધમાં જ હ્યુ છે. ચીનના આ પગલા બાદ ભારતના લોકોએ 'બેન ચાઇના' અને 'બૉયકોટ ચાઇના પ્રોડક્ટ' કેમ્પેન શરુ કર્યુ છે.

china 1

' ભારત માત્ર હોબાળો કરી શકે છે ' 

ચીનના સરકારી મુઅપત્રએ પોતાના સંપાદકીયમાં લખ્યુ છે કે ભારતના પ્રોડક્ટસ ચીનના પ્રોડક્ટસનો મુકાબલો કરી શકતા નથી. ચીને આગળ ખૂબ જ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા લખ્યુ છે કે ચીની ઉત્પાદકો પર ભારત માત્ર 'હોબાળો' કરી શકે છે, તે ભારત ચીન વચ્ચે વધી રહેલા વ્યાપારિક નુકશાનને ઓછુ નહિ કરી શકે.

china 2

ચીની ઉત્પાદનોનો ભારતમાં વિરોધ

પાકિસ્તાનમાં વસેલા આતંકવાદી મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કરવાની ભારતની કોશિશોનો ચીન દ્વારા સતત વિરોધ કરવાથી ઘણા ભારતીયો ગુસ્સામાં છે અને તેમણે જ ચીનના ઉત્પાદનોના બહિષ્કારનું એલાન કર્યુ છે.

china 3

પીએમ મોદીના ' મેક ઇન ઇંડિયા ' ને ગણાવ્યુ અવ્યવહારુ

આ સંપાદકીય દ્વારા ચીનના સરકારી સમાચારપત્રએ ખૂબ જ નિમ્ન કક્ષાની પત્રકારિતાનો પરિચય આપ્યો છે. ચીનના સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ નિશાન બનાવ્યા છે. અખબારે લખ્યુ છે કે પીએમ મોદીનો ' મેક ઇન ઇંડિયા પ્રોજેક્ટ ' અવ્યવહારુ છે.

china 4

ચીની કંપનીઓ ભારતમા રોકાણ ન કરો

વળી આ સમાચારપત્રએ પોતાની કડવી કલમને આગળ વધારતા લખ્યુ છે કે ચીનની કંપનીઓ ભારતમાં રોકાણ ન કરો કારણકે આવા દેશમાં પૈસાનુ રોકાણ કરવુ આત્મહત્યા કરવા બરાબર છે, જ્યાં અહીંના લોકો ભ્રષ્ટાચારી અને આળસુ છે.

china 5

ભાવનાઓને ભડકાવી રહ્યુ છે ભારત

સમાચારપત્રએ આગળ લખ્યુ છે કે, ભારતીય મીડિયા અને સોશિયલ મીડિયામાં પણ હાલમાં જ ચીની ઉત્પાદનોના બહિષ્કાર બાબતે ઘણી વાતો થઇ છે, આ માત્ર જનતાની ભાવનાઓને ભડકાવવા માટે થઇ રહ્યુ છે, અલગ-અલ્ગ કારણોથી ભારતીય ઉત્પાદનો ચીની ઉત્પાદનોનો મુકાબલો કરી શકે તેમ નથી.

china 6

ભારતમાં ભ્રષ્ટાચારના મૂળ ખૂબ ઉંડા

ચીનના સમાચારપત્ર અનુસાર, ભારતને અત્યારે રસ્તા અને હાઇવે પણ બનાવવાના છે અને અહીં વીજળી અને પાણીની પણ તંગી છે. સમાચારપત્રમાં એ પણ લખવામાં આવ્યુ કે ભારતની સૌથી ખરાબ બાજુ એ છે કે અહીં દરેક સરકારી વિભાગોમાં ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર વ્યાપેલો છે.

china 7

ભારત અમેરિકાની વધતી મૈત્રીથી ચીન નારાજ

ભારતના અમેરિકા સાથે વધી રહેલા સંબંધોને લીધે પણ ચીન ભડકેલુ છે. સમાચારપત્ર ગ્લોબલ ટાઇમ્સે અમેરિકા સાથે જોડાવા માટે પણ ભારતની આલોચના કરી છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે અમેરિકા કોઇનો દોસ્ત નથી, અમેરિકા પોતાની સાથે ભારતને એટલા માટે લઇને ચાલી રહ્યુ છે કે ચીનને રોકી શકે કારણકે ચીનના વિકાસ અને દુનિયામાં વધતી તેની તાકાતથી તે બળી રહ્યુ છે.

English summary
Chines News Paper Said, Let the Indian authorities bark about the growing trade deficit with China. The fact of the matter is they cannot do anything about it.
Please Wait while comments are loading...