For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન: ‘ભલે ગમે તે થાય અમે પાકિસ્તાનનો સાથ નહિ છોડીએ’

પાકિસ્તાનમાં ચીનના રાજદૂતે કહ્યુ કે દુનિયામાં ભલે કંઇ પણ થઇ જાય. ચીન અને પાકિસ્તાનના સંબંધો ક્યારેય નહિ બદલાય. પાકને ભરોસો આપીને કહ્યુ કે ગમે તે થઇ જાય ચીન હંમેશા પાકની સાથે ખડેપગે રહેશે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં ચીનના રાજદૂતે ભારતને ઇશારો આપ્યો છે કે તે ભલે ગમે તે કરે પરંતુ ચીન પાકિસ્તાનનો સાથ નહિ છોડે. પાકિસ્તાનમાં ચીનના રાજદૂત સુન વાઇડોંગે કહ્યુ કે એનાથી કોઇ ફરક નથી પડતો કે આંતરરાષ્ટ્રીય પરિદ્દ્શ્ય શું છે, કેવુ છે. ચીન હંમેશા પાકની સાથે ખડેપગે રહેશે.

china-pak

નહિ બદલાય સંબંધો

વાઇડોંગના જણાવ્યા મુજબ ચીન અને પાકના સંબંધોમાં ક્યારેય કોઇ બદલાવ નહિ આવે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) પર એક રાઉંડ ટેબલ ચર્ચા દરમિયાન તેમણે આ વાત કહી. તેઓ ઇસ્લામાબાદમાં સીપીઇસીની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરવા માટે આવ્યા હતા. વાઇડોંગે કહ્યુ કે ચીન અને પાક સંબંધો માટે વર્ષ 2016 ઘણુ મહત્વનું રહ્યુ છે અને આ જ વર્ષે બંને દેશોની દોસ્તીએ 65 વર્ષ પૂરા કરી લીધા છે. વાઇડોંગે કહ્યુ કે ચીન અને પાકે હંમેશા અરસપરસ વિશ્વાસ અને ભાગીદારીનો સંબંધ જાળવી રાખ્યો છે.

china-pak

બંને વચ્ચે 14 બિલિયનનો વ્યાપાર

વાઇડોંગના જણાવ્યા મુજબ સીપીઇસી મુજબ 30 પ્રોજેક્ટસમાંથી 17 પર કામ ચાલુ છે. તેમનુ કહેવુ છે કે સીપીસીઇ એક લાંબો ચાલનારો પ્રોજેક્ટ છે અને તેની સફળતામાં આપણે વાતાવરણનું પણ ધ્યાન રાખવુ પડશે. ચીન અને પાક વચ્ચે વ્યાપાર હવે 14 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે અને આગામી સમયમાં આમાં વધારો થવાની પણ સંભાવના છે. તેમણે કહ્યુ કે પાકિસ્તાન અને ચીન બંને વચ્ચે રણનીતિક ભાગીદારી છે અને સીપીઇસી આ ભાગીદારીને મજબૂત બનાવશે.

china-pak

ભારત માટે શું છે મહત્વ

વાઇડોંગનું આ નિવેદન એ સમયે આવ્યુ છે જ્યારે ભારત તરફથી જૈશ-એ-મોહમ્મદને આતંકવાદી અને પઠાણકોટ હુમલામાંના માસ્ટર માઇંડ મૌલાના મસૂદ અઝહર સામે ચાર્જશીટ દાખલ કરવાની પરવાનગી આપી છે. તમને જણાવી દઇએ કે ચીન હંમેશા અઝહરને આતંકવાદી માનવાનો ઇનકાર કરતુ આવ્યુ છે. આ ઉપરાંત ભારતના પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ એટલે કે એનએસજીમાં પ્રવેશ અંગે ચીન હંમેશા વિરોધ કરતુ આવ્યુ છે.

china-pak

રશિયાએ પણ દર્શાવી રુચિ

ભારત માટે ચીન તરફથી આવેલ આ નિવેદન હવે એટલા માટે મહત્વનું બની ગયુ છે કારણકે રશિયાએ પણ હવે સીપીઇસીમાં પોતાની રુચિ બતાવવાની શરુ કરી દીધી છે. રશિયાએ ગ્વાદર પોર્ટના પ્રયોગની મંજૂરી માંગી હતી અને પાકે તેને પરવાનગી આપી દીધી છે.

English summary
Chinese Ambassador to Pakistan Sun Weidong has said that no matter what the international scenario would be, China will always be standing with Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X