For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

India China Tension: ભારત ચીન સીમા પર તણાવ ઘટ્યું, ચીની સેના 2 કિમી પાછળ હટી

India China Tension: ભારત ચીન સીમા પર તણાવ ઘટ્યું, ચીની સેના 2 કિમી પાછળ હટી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં પાછલા કેટલાય દિવસોથી ભારત- ચીનની સેનાઓ વચ્ચે ભારે તણાવ ચાલી રહ્યું છે પરંતુ હવે અહેવાલ છે કે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેનાઓ થોડી પાછળ હટી ગઈ છે.

ચીનની સેના બે કિમી પાછળ હટી

ચીનની સેના બે કિમી પાછળ હટી

સામાચાર એજન્સી એએનઆઈ મુજબ ચીની સેના 2 કિમી અને ભારતીય સેના પતાની જગ્યાએથી 1 કમી પાછળ હટી છે. અહીંના ફિંગર ફોર ક્ષેત્રમાં કેટલાય અઠવાડિયા સુધી બંને દેશની સેના આમન-સામને આવી ગઈ હતી. સરહદ પર તણાવન માહોલ સર્જાય તેવી કોઈ ગતિવિધઓ હવે નથી થઈ રહી. એએનઆઈ મુજબ પૂર્વી લદ્દાખ સેક્ટરમાં પાછલા ત્રણથી ચાર દિવસમાં ચીનમાં ચીની સૈનકો દ્વારા કોઈ મોટી ગતિવિધ જોવા નથી મળી રહી.

6 જૂને ભારત-ચીનની સેનાના લેફ્ટિનેંટ જનરલ બેઠક કરશે

6 જૂને ભારત-ચીનની સેનાના લેફ્ટિનેંટ જનરલ બેઠક કરશે

જણાવી દઈએ કે ભારત-ચીન સીમા પર તણાવને લઈ ભારત અને ચીની સેના વચ્ચે સતત વાર્તાલાપ ચાલી રહ્યો છે. લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે છ જૂનના રોજ ભારત અને ચીનની સેનાઓના લેફ્ટિનેન્ટ જનરલ આંતરીક બેઠક કરશે. ચીનની વાયુસેનાના ફાઇટર જેટ પૂર્વી લદ્દાખમાં ઉડી રહ્યા ચે એ પણ ભારત અને ચીન વચ્ચે એક મુદ્દો છે. બંને દેશો વચ્ચે મેથી લઇ અત્યાર સુધી લગભગ ડઝનેકવાર વાતચીત થઈ ચૂકી છે.

જણાવી દઈએ કે ચીન પોતાના પાંચ હજાર સૈનિકોને એલએસી પર તહેનાત કર્યા અને અહેવાલો મુજબ ચીનના સૈનિકો ભારતની સરહદમાં ઘૂસી ચૂક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે બંને દેશ વચ્ચે આગામી 6 જૂને થઈ રહેલ વાર્તાલાપ સારા પરિણામ લઈને આવશે. જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે બોર્ડર પર તણાવ વધ્યું તેને લગભગ એક મહિનો થઈ ચૂક્યો છે.

બંને દેશો વચ્ચે કેટલીયવાર વાર્તાલાપ થઈ ચૂક્યો છે

બંને દેશો વચ્ચે કેટલીયવાર વાર્તાલાપ થઈ ચૂક્યો છે

બંને દેશો વચ્ચે સતત મેજર જનરલ સ્તરના અધિકારીઓની વાતચીત થઈ રહી છે. અગાઉ બેવાર મેજર જનરલ સ્તર પર અને બ્રિગેડિયર સ્તર પર વાતચીત થઈ ચૂકી છે પરંતુ આ બેઠકનું કોઈ પરિણામ ના નીકળ્યું, સીમા પર ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે સેનાની સાથોસાથ રાજનાયિક સ્તરે પણ કોશિશો ચાલી રહી છે. સેનાના એડિશનલ જવાન પણ એલએસી પર તહેનાત છે. ભારત અને ચીનની સેનાઓએ તોપ અને ટેંક પણ તહેનાત કરી દીધા છે.

ચીનના 5000 જવાન ગલવાન ઘાટીમાં પહોંચ્યા

ચીનના 5000 જવાન ગલવાન ઘાટીમાં પહોંચ્યા

ભારતની સેના પગપાળા પેટ્રોલિંગ કરે છે અને હાલના તણાવ દરમિયાન પેટ્રોલિંગને ફિંગ આઠ સુધી વધારવામાં આવ્યું છે. મે મહિનામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફિંગર 5ના વિસ્તારોમાં ઝઘડા થયા છે. આ કારણે જ બંને ક્ષેત્રોમાં અસહમતી બનેલી છે. ચીની સેનાએ ભારતીય સૈનિકોને ફિંગર 2થી આગળ આવતા રોકી દીધા હતા. આ કારણે જ સ્થિતિ ઘણી તણાવપૂર્ણ થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ચીનના 5000 જવાન ગલવાન ઘાટીમાં હાજર છે. એલએસી પર તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચેજ્યાં સેનાએ એક તરફ મોર્ચો સંભાળ્યો છે ત્યાંજ હવે ભારતીય એરફોર્સ પણ એક્શનમાં આવી ગઈ છે.

આ રહી દુનિયાની સૌથી મોંઘી સાઇકલ, કિંમત 3.77 કરોથી પણ વધુઆ રહી દુનિયાની સૌથી મોંઘી સાઇકલ, કિંમત 3.77 કરોથી પણ વધુ

English summary
Chinese army looks back on India-China border, chinese army went 2 km back
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X