ફિલ્મ દિગ્દર્શકને 12 લાખ ડૉલરમાં પડ્યું ત્રીજું બાળક

Posted By:
Subscribe to Oneindia News

બેઇજિંગ, 8 ફેબ્રુઆરી : ચીનમાં એક ફિલ્મ દિગ્દર્શક ઝાંગ યિમોઉને પરિવાર નિયોજનની નીતિનો ભંગ કરી ત્રીજુ બાળક પેદા કરવા બદલ લગભગ 12 લાખ ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

zhang-yimou
સમાચાર એજંસી સિન્હુઆના જણાવ્યા મુજબ ફિલ્મ દિગ્દર્શક ઝાંગ યિમોઉ તથા તેમના પત્ની ચેન ટિંગે શુક્રવારે જિયાંગસૂ પ્રાંતના વૂક્સી શહેરના બિન્હૂ પરિવાર નિયોજન બ્યૂરોમાં જમાનતની રકમ જમા કરાવી દીધી. સિન્હુઆએ બ્યૂરોના સૂત્રોના હવાલાથી જણાવ્યું કે આ રકમ ચીનના રાજકીય ખજાનામાં જમા કરાવવામાં આવશે.

ઝાંગ અને ચેને ડિસેમ્બર-2013માં પોતાના બે દીકરાઓ અને એક દીકરી હોવાની વાત સ્વીકારી હતી અને તે પછી તેમની સામે દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડની રકમ બંનેની આવક તથા સામાજિક સારસંભાળ પર થતા ખર્ચના આધારે નક્કી કરવામાં આવી કે જેમાં દંડની સાથે સામાજિક સારસંભાળ શુલ્કનો પણ સમાવેશ થાય છે. બ્યૂરોએ નવેમ્બર માસથી નવ ટીમો વિવિધ શહેરોમાં બંનેની સમ્પત્તિના પ્રમાણ એકત્ર કરવા માટે મોકલી હતી.

English summary
Chinese movie director Zhang Yimou has been fined 7.48 million yuan (about $1.2 million) for violating China's family planning policy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.