For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-ચીન સહયોગ અમૂલ્ય છે : ચીની મીડિયા

|
Google Oneindia Gujarati News

બેઇજીંગ, 18 સપ્ટેમ્બર: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રા પર એક પ્રભાવશાળી દૈનિકે આજે જણાવ્યું છે કે ભારત-ચીન સહયોગ નવી દિલ્હી માટે રણનીતિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સંબંધનો કોઇ અન્ય દેશની સાથે દ્વિપક્ષીય સંબંધથી વિકલ્પ ના બનાવી શકાય. સત્તારૂઢ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પીપલ્સ ડેલી પ્રકાશન સમૂહનો ભાગ અને સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પોતાના એડીટોરિયલમાં જણાવ્યું છે કે ભારત-ચીન સહયોગ અમૂલ્ય છે.

પોતાના રાષ્ટ્રવાદી વિચારો માટે જાણિતા આ દૈનિકે જણાવ્યું, બેઇંજીંગ-નવી દિલ્હી સંબંધના આ ક્રમના વિકાસના ભૂ-રાજનૈતિક મહત્વનો કોઇ અન્ય વિકલ્પ ના હોઇ શકે. અખબારે જણાવ્યું કે, ચીન-ભારત સંબંધ ખૂબ જ સારી રીતે વિકસિત થવા પર ભારતની અમેરિકા અને જાપાનની સાથે સંબંધોમાં સ્થિતિ વધારે લાભદાયી અને પહેલ કરનારી સ્થિતિ બની જશે. તંત્રી લેખમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા અને જાપાન ચીનને પોતાના સૌથી મોટા પ્રતિદ્વંધી માનતા રહ્યા છે અને તેઓ પોતાના હિત પૂર્તિ માટે ચીનના પડોશિયોને તેની વચ્ચે લઇ આવે છે.

china
ગ્લોબલ ટાઇમ્સે જણાવ્યું, સકારાત્મક નવી દિલ્હી-બેઇજિંગ સંબંધથી વોશિંગ્ટન અને ટોક્યો ભારતની સાથે મધુર સંબંધ માટે બંધનકર્તા રહેશે. વૈશ્વિક કૂટનીતિના મંચ પર જાપાન અને ભારતનો લગભગ સમાન પ્રભાવ છે. ચીન પ્રત્યે જાપાનની વેરભાવની વિરુદ્ધ ભારત સહયોગના સિદ્ધાંત પર ચાલે છે.

તેણે જણાવ્યું, જાપાને ભારતનું સમર્થન મેળવવું પડશે જ્યારે તેની વિરુદ્ધ એવું નહીં થાય. અખબારે જણાવ્યું કે શી નરેન્દ્ર મોદી સરકારના સત્તા સંભાળ્યા બાદ ભારતની યાત્રા કરનારા એક શક્તિશાળી દેશના પહેલા મોટા નેતા છે. વડાપ્રધાન મોદીના ગૃહરાજ્યમાં તેમના 64માં જન્મદિવસ પર શીનું પહેલું ઉતરણ છે.

સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓના આંતરિક મિત્રતા વિકસિત કરવાના આરંભ બિંદુના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. મોદીની હાલની જાપાન યાત્રાનો ઉલ્લેખ કરતા અખબારે લખ્યું છે કે 'ચીનનો મુકાબલો કરવા માટે (ભારત અને જાપાને) હાથ મિલાવ્યા' જેવા સૂર જાપાની જનમતના રૂપમાં ઉભર્યા જેની પર મોદીએ તે જ સમયે તર્કબદ્ધ જવાબ આપ્યો.

અખબારે લખ્યું, હવે એવું લાગે છે કે ઘણા જાપાનીઓની આ માનસિકતા ઠીક નથી. અખબારે લખ્યું કે ચીનની ભારત સાથે ટૂંકાગાળાનો લાભ મેળવવાને બદલે તેની સાથે મિત્રતાનો સહયોગની દીર્ઘકાલિન રણનીતિ રહી છે. અમારા માટે ચીન ભારત સંબંધ, જેના પોતાના રણનૈતિક ગુણ છે, નો અન્ય મોટી શક્તિઓ સાથેના સંબંધોથી કોઇ લેવા દેવા નથી.

English summary
Chines president Xi jinping in India, What believe Chines media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X