For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનમાં પાકિસ્તાનને ઝટકો કહ્યુ, ભારત-પાક મળીને ઉકેલે કાશ્મીર મુદ્દો

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સંભવિત ભારત પ્રવાસ પહેલા ચીને કાશ્મીર મુદ્દે પોતાનુ મંતવ્ય રજૂ કર્યુ.

|
Google Oneindia Gujarati News

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના સંભવિત ભારત પ્રવાસ પહેલા ચીને કાશ્મીર મુદ્દે પોતાનુ મંતવ્ય રજૂ કર્યુ. ચીનના વિદેશી બાબતોના પ્રવકતા ગેંગ શુઆંગે કાશ્મીર મુદ્દે પોતાનુ મંતવ્ય રજૂ કર્યુ. ચીને કહ્યુ કે પાકિસ્તાન અને ભારત મળીને કાશ્મીર મુદ્દાને ઉકેલે અને પરસ્પર સંબંધોને આગળ વધારે. ચીની પ્રવકતાએ કહ્યુ કે કાશ્મીર મુદ્દો નવી દિલ્લી અને ઈસ્લામાબાદ વચ્ચે ઉકેલાવો જોઈએ.

imran

ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા ગેંગ શુઆંગે કહ્યુ કે ભારત અને ચીનમાં હાઈ લેવલ પર પરંપરાઓનુ આદાન-પ્રદાન થયુ છે. તેમણે કહ્યુ કે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રવાસ વિશે વાતચીત થઈ છે. તેમણે કહ્યુ કે ભારત અને ચીન દુનિયાના બે મુખ્ય વિકાસશીલ દેશ અને મુખ્ય ઉભરતા બજાર છે. તેમણે કહ્યુ કે વુહાન અનૌપચારિક શિખર સંમેલન બાદ ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં ગતિ આવી છે.

તેમણે કહ્યુ કે ભારત અને ચીનના સંબંધોમાં સુધારો આવ્યો છે અને અમે આ સહયોગને આગળ વધારી રહ્યા છે અને પોતાના મતભેદો વધુ સારી રીતે મેનેજ કરી રહ્યા છે. તેમણે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનની બીજિંગ યાત્રા અને કાશ્મીર મુદ્દાના સવાલ પર કહ્યુ કે ચીન એ માને છે કે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉકેલાવો જોઈએ.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને ચીની સૈન્ય નેતૃત્વએ મંગળવારે બેઠક કરી જેમાં કાશ્મીર મુદ્દે ચર્ચા કરવામાં આવી. બંને દેશોએ ક્ષેત્રીય સુરક્ષા વાતાવરણ અને પાકિસ્તાન-ચીન રક્ષા સહયોગ પર ચર્ચા કરી. પાકિસ્તાને એક વાર ફરીથી ચીન સામે કાશ્મીરનો રોદણા રોયા અને કાશ્મીરની સ્થિતિ પર ચીની સૈન્ય નેતૃત્વને અવગત કરાવ્યુ છે.

આ પણ વાંચોઃ રાજનાથ સિંહે રાફેલ જેટની શસ્ત્ર પૂજા કરીને ॐ લખ્યોઆ પણ વાંચોઃ રાજનાથ સિંહે રાફેલ જેટની શસ્ત્ર પૂજા કરીને ॐ લખ્યો

English summary
Chinese Foreign Ministry spokesperson said We call on India and Pakistan to step up dialogue on disputes including the Kashmir issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X