ચાઈનીઝ લેખક મો યાનને મળ્યો સાહિત્યક્ષેત્રે નોબેલ પુરસ્કાર

સ્વીડિશ એકેડેમીએ આ પુરસ્કારની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 2012નું સાહિત્ય ક્ષેત્રના નોબેલ પુરસ્કાર માટે ચાઈનીઝ લેખક મો યાનને લોકકથાઓ, ઇતિહાસ, અને સમકાલીન સાહિત્યને 'પ્રપંચી વાસ્તવવાદ' સાથે ભેળવવાની શૈલીના કારણે પસંદગી કરવામાં આવી છે.
મો યાન એ લેખકનું પેટ નેમ છે જેનો અર્થ થાય છે 'બોલશો નહીં'. ચીનમાં સૌથી લોકપ્રીય અને સૌથી પ્રતિબંધિત લેખકોમાં પણ મો યાનનું નામ છે. તેમને ફ્રાંસ કાફ્કા અથવા જોસેફ હેલરનો ચીની જવાબ પણ કહેવામાં આવે છે. ચીનના ઉત્તર પશ્ચિમી ગાઓમામાં જન્મેલા મો યાનનું અસલી નામ ગુઆન મોયે છે.
મો યાને પોતાની કલમથી 20મી સદીના કાળા અને ખરાબ ચીની સમાજ પર કટાક્ષ કર્યો છે. તેઓ પહેલા ચીની નાગરિક અને બીજા ચીની ભાષાના લેખક છે જેમને સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર એનાયત કરાશે.












Click it and Unblock the Notifications
