દુનિયાભરમાં ધૂમધામથી મનાવવામાં આવી રહી છે ક્રિસમસ
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: આજે ક્રિસમસનો પર્વ ઉલ્લાસપૂર્વક દુનિયાભરમાં મનાવવામાં આવી રહ્યો છે. કેથોલિક અને ક્રાઇસ્ટ ચર્ચમાં પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઠેરઠેર ઝાંકિયા સજાવવામાં આવી છે. દુનિયાના તમામ ચર્ચને પ્રકાશિત કરી દેવામાં આવી છે.
મંગળવારે મધ્યરાત્રિ દુનિયાભરના ચર્ચોમાં જિંગલ બેલ વાગી અને ક્રિસમસની ધમાલ શરૂ થઇ ગઇ છે. પ્રભુ ઇશુના જન્મદિવસની ખુશીઓ મનાવવામાં આવી. રાત્રે બાર વાગ્યે લોકોએ ફટાકડાઓ ફોડીને પ્રભુ ઇશુના જન્મ દિવસને વધાવી લીધો હતો.
ક્રિસમસ પ્રેમનો સંદેશ આપના તહેવાર છે. ક્રિસમસ એક અનોખો તહેવાર છે જે ઇશ્વરના પ્રેમ, આનંદ અને ઉદ્ધારનો સંદેશ આપે છે. આ તહેવાર લગભગ 2000 વર્ષ પૂર્વ ઇશુના માનવ રૂપમાં જન્મ લેવાની યાદમાં મનાવવામાં આવે છે. ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાની શીખને ઉલ્લાસની ઉજવણીનો પર્વ છે.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વડાપ્રધાન મનમોહન સિંહે ક્રિસમસની પૂર્વ સંધ્યા પર લોકોને આ પર્વની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે પાવન દિવસ ઇસા મસીહના પ્રેમ અને કરૂણાના પાઠને યાદ કરવાનો છે જે સદિયોથી માનવતા માટે પ્રેરણાપ્રદ બનેલા છે.

અલ્હાબાદ
પુજારીઓએ અલ્હાબાદના ત્રિવેણી સંગમ ખાતે શાંતા ક્લોઝના માસ્ક પહેરીને પૂજા કરી હતી અને ધાર્મિક એકતાનું ઉત્તમ ઉદારણ આપ્યું હતું.

ગુડગાંવ
ગુડગાંવની એક શાળાના બાળકો મંગળવારે શાંતા ક્લોઝના પહેરવેશમાં આવ્યા હતા.

કોલકાતા
કોલકાતામાં ક્રિસમસની ઉજવણીના ભાગરૂપે ચાઇનીઝ કલાકારોએ પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોને અભિભૂત કરી દીધા હતા.

અલ્હાબાદ
નાતાલ પહેલા બજારમાં કંઇક આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. લોકોએ નાતાલની ભરપૂર ખરીદી કરી હતી.

અમૃતસર
અમૃતસરમાં વિદ્યાર્થીઓએ શાંતાક્લોઝના કપડા પહેરીને હાથમાં રંગબેરંગી ફુગ્ગાઓ લઇને રસ્તાઓ પર રેલી કાઢી હતી.

મુંબઇ
મુંબઇમાં માનસિક અને શારિરીક વિકલાંક બાળકોએ પણ શાંતાક્લોઝ બનીને નાતાલની ઉજવણી કરી આનંદ માણ્યો હતો.

બિકાનેર
બિકાનેરની શાળાના વિદ્યાર્થીઓએ જમીન પર શાંતાક્લોઝનું ચિત્ર બનાવ્યું હતું.

કોલકાતા
કોલકાતામાં પછાત વર્ગના બાળકોએ નાતાલની ઉજવણી કરી હતી.

મુંબઇ
મુંબઇની શાળાના બાળકોએ શાંતાક્લોઝ સાથે નાતાલની ઉજવણી કરી હતી.

કોચ્ચિ
કોચ્ચિ શાળાના બાળકોએ મળીને સ્ટાર બનાવ્યો હતો અને ક્રિસમસની ઉજવણી કરી હતી.












Click it and Unblock the Notifications
