For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UNSC: કાશ્મીર મામલે સુરક્ષા પરિષદની 'બંધ બારણે' બેઠક શરૂ, 54 વર્ષ બાદ ચર્ચા

UNSC: કાશ્મીર મામલે સુરક્ષા પરિષદની 'બંધ બારણે' બેઠક શરૂ, 54 વર્ષ બાદ ચર્ચા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન સ્તબ્ધ થયું છે. જ્યારે આ મામલે ભારતના ફેસલાને લઈ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિ (UNSC)ની બંધ બારણે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. UNSCમાં કાશ્મીર મામલે ચર્ચા કરાવવા માટે ચીન તરફથી ઔપચારિક નિવેદન કરવામાં આવ્યું છે. ચીન સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય છે.

unsc

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ (UNSC) વૈશ્વિક હિતમાં બે રાષ્ટ્ર વચ્ચેના ઝગડામાં લવાદી, મધ્યસ્થી કરવાનો અધિકાર ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ બાદ સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. એ પછી જોકે આ વૈશ્વિક સંસ્થા પણ અમેરિકા જેવી મહસત્તાઓની કહ્યાગરી વર્તણૂંક માટે બદનામ થતી રહી છે. હાલના વૈશ્વિક પરિદૃષ્યમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ જે મોરચે સક્રિય છે તેમાં ઉત્તર અને દક્ષિણ કોરિયા, ક્રિમિયા, ઈરાક-સિરિયા ઉપરાંત પેલેસ્ટાઈન મુખ્ય છે.

કોણ કોણ છે UNSCના સભ્યો?

ઉલ્લેખનીય છે કે UNSCમાં કુલ 15 સભ્યો હોય છે, જેમાં 5 કાયમી અને 10 અસ્થાયી દેશો રોટેશન મુજબ સ્થાન મેળવતા હોય છે. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન એ પાંચ કાયમી સભ્ય છે. હાલ જે 10 અસ્થાયી દેશો સામેલ છે તેમાં જર્મની, કુવૈત, બેલ્જિયમ, પોલેન્ડ, પેરુ, દ.આફ્રિકા, ઈન્ડોનેશિયા ઉપરાંત ત્રણ ટાપુસમુહ દેશ છે.

<strong>દર વર્ષે ડૂબી રહી છે આ દેશની રાજધાની, 2050 સુધીમાં ખતમ થઈ જશે શહેર!</strong>દર વર્ષે ડૂબી રહી છે આ દેશની રાજધાની, 2050 સુધીમાં ખતમ થઈ જશે શહેર!

UNSCમાં કેવી રીતે પહોંચ્યો મુદ્દો?

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લીધા બાદ પાકિ્સતાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ યૂએનને પત્ર લખી આ મામલે તત્કાળ એક સત્ર બોલાવવાનો અનુરોધ કર્યો હતો, પરંતુ ચીને પાકિસ્તાનનો સાથ આપતા આ મામલે ગુપ્ત બેઠકની વાત કહી. ચીનની ઔપચારિક માંગ બાદ યૂએનએસસીની આ બેઠક બોલાવવામાં આવી. બંધ બારણે મળેલ આ મીટિંગમાં સુરક્ષા પરિષદના 5 સ્થાયી અને 10 અસ્થાયી સભ્યો ભાગ લઈ રહી છે. જ્યારે રસિયાએ આ બેઠકને લઈને કહ્યું કે આ મામલો ભારત-પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.

કાશ્મીર મામલે અગાઉ ક્યારે થઈ હતી ચર્ચા?

જો સંયુક્ત રાષ્ટ્રના રેકોર્ડ્સને જોઈએ તો સુરક્ષા પરિષદે અગાઉ 1965માં જમ્મુ અને કાશ્મીર પર ચર્ચા કરી હતી. હવે 54 વર્ષ બાદ પાકિસ્તાનના નજીકના એવા ચીને ઔપચારિક નિવેદન પર જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવવા મામલે કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્રોમાં ચર્ચા થઈ રહી છે.

English summary
close door meeting of UNSC started on kashmir issue
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X