For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં કોરોનાનો કહેર, બલુચિસ્તાનમાં સેના બોલાવવી પડી!

પાકિસ્તાનમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યારસુધીમાં પાકિસ્તાનમાં કોરોનાના 645 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે. અત્યારસુધીમાં પાકિસ્તાનમાં કોરોનાના 645 કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. નિષ્ણાતોનું માનિયે તો 2 કરોડ લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે. પાકિસ્તાનમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો સિંધ પ્રાંત કોરોના વાયરસનો ગઢ માનવામાં આવી રહ્યો છે. સિંધમાં સૌથી વધુ 292 કેસ નોંધાયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે પરિસ્થિતિ સંભાળવા સેના બોલાવવી પડી છે.

સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ

સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ

સિંધની ખરાબ પરિસ્થિતિને જોતા માનવામાં આવે છે કે ટૂંક સમયમાં સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવશે. સિંધ પ્રાંતની રાજધાની કરાચીમાં પણ કોરોનાના 105 કેસ નોંધાયા છે. નિષ્ણાંતોનો અંદાજ છે કે આ તો એક શરૂઆત છે, જો આ જ રીતે પાકિસ્તાનમાં કોરોના ફેલાયો તો જૂન સુધીમાં 2 કરોડ લોકોને પાકિસ્તાનમાં કોરોનાનો ચેપ લાગી શકે છે.

પંજાબમાં જીવન જરૂરીયાતની વસ્તુઓની તંગી

પંજાબમાં જીવન જરૂરીયાતની વસ્તુઓની તંગી

કટોકટીને ધ્યાને રાખીને બલુચિસ્તાનની સરકારે પણ સેનાને તૈનાત કરવાની માંગ કરી છે. સરકારને ડર છે કે જો આમ જ કોરોના ફેલાતો રહેશે તો પ્રાંતમાં કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઉભી થઈ શકે છે. બલુચિસ્તાનમાં કોરોનાથી 104 લોકો સંક્રમિત છે. બીજી તરફ આખા પાકિસ્તાનમાં ટેસ્ટિંગ કિટની અછત છે. કોરોનાના બીજા ક્રમે સૌથી વધુ અસરગ્રસ્ત પંજાબમાં જીવન જરૂરીયાતની વસ્તુઓ અને બચાવ ઉપકરણોની મોટી અછત છે. પંજાબ પાકિસ્તાનનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. પંજાબમાં કોરોનાથી 152 લોકો સંક્રમિત છે.

વેન્ટિલેટરના નિકાસ પર પ્રતિબંધ

વેન્ટિલેટરના નિકાસ પર પ્રતિબંધ

ચીન સિવાય સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટરના નિકાસ પર પ્રતિબંધ હોવાને કારણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ દરમિયાન ચીને જાહેરાત કરી છે કે તે પાકિસ્તાનને વેન્ટિલેટર અને માસ્ક આપશે. દેશને આ દુર્ઘટનાથી બચાવવા માટે ઇમરાનખાન સરકારે ઘણી ટ્રેનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે તેની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. પીઆઈએના પ્રવક્તાએ નિર્ણયની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે સરકારની સૂચનાથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટને સ્થગિત કરવામાં આવી છે. "આ નિર્ણય 21 માર્ચે સાંજે 8 વાગ્યાથી લાગુ કરાયો છે. 28 માર્ચે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરી શરૂ કરવામાં આવશે."

50 ટ્રેનોના પૈડા થંભી જશે

50 ટ્રેનોના પૈડા થંભી જશે

પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રશીદ અહેમદે કહ્યું કે દેશમાં 34 ટ્રેનોને રમજાનના 15 માં દિવસ સુધી બંધ રખાશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને કારણે લોકો ટ્રેનોમાં ઓછી મુસાફરી કરી રહ્યા છે. ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આવતીકાલથી 12 ટ્રેન બંધ રહેશે. જેમાં ખુશાલ, શાહ લતીફ અને રાવી ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે બાકીની 34 ટ્રનો 24 માર્ચ મધ્યરાત્રિથી બંધ રહેશે.

આ પણ વાંચોઃ નરગિસે વીડિયો પોસ્ટ કરીને માંગી મદદ, કહ્યુ - ત્રણ દિવસથી એક જ ડ્રેસમાં છુઆ પણ વાંચોઃ નરગિસે વીડિયો પોસ્ટ કરીને માંગી મદદ, કહ્યુ - ત્રણ દિવસથી એક જ ડ્રેસમાં છુ

English summary
Corona outbreaks in Pakistan, called army for help
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X