For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona virus: 6 દેશોમાં ફેલાયો ખતરનાક C.1.2 સ્ટ્રેન, એન્ટિ બોડીને ચકમો આપી શકવાની ક્ષમતા!

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓએ નવા કોરોના વાયરસ વેરિઅન્ટની ઓળખ કરી છે. જે મ્યૂટેશન પછી સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, નવા વેરિએન્ટમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે તેઓએ નવા કોરોના વાયરસ વેરિઅન્ટની ઓળખ કરી છે. જે મ્યૂટેશન પછી સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, નવા વેરિએન્ટમાં ઘણા પરિવર્તન જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોએ એક સંશોધન પત્રમાં જણાવ્યું છે કે C.1.2. સૌપ્રથમ મે મહિનામાં દક્ષિણ આફ્રિકાના મપુમલંગા અને ગૌટેંગ પ્રાંતોમાં દેખાયુ હતુ. આ પ્રાંતમાં જ જોહાનિસબર્ગ અને રાજધાની પ્રિટોરિયા આવેલી છે.

Corona virus

13 ઓગસ્ટ સુધી તે દક્ષિણ આફ્રિકાના નવમાંથી છ પ્રાંતો, તેમજ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, મોરિશિયસ, પોર્ટુગલ, ન્યુઝીલેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડમાં જોવા મળ્યું હતું. વૈજ્ઞાનિકોએ કહ્યું કે વાયરસમાં મ્યૂટેશનના કારણે કેસમાં વધારો થયો છે, જ્યારે એન્ટિબોડીને ચકમો આપવાની ક્ષમતા પણ વધારે છે. વાયરસમાં પરિવર્તનને કારણે આ ભયને રેખાંકિત કરવું મહત્વપૂર્ણ છે.

વાયરસમાં પરિવર્તનને કારણે વિશ્વભરમાં કોરોનાની ઘણી લહેર જોવા મળી છે. ભારતમાં પ્રથમ વખત મળેલા ડેલ્ટા વેરિએન્ટને કારણે વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે. આ પરિવર્તનને સૌ પ્રથમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચિંતાજનક ગણાવ્યું હતું. એકવાર કોવિડ સ્ટ્રેનની ઓળખ થઈ જાય પછી તે કેટલુ ગંભીર છે તેના આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે.

કોવિડનું C.1.2. વેરિઅન્ટ C.1 માંથી આવ્યુ છે. જે 2020 ના મધ્યમાં દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસની પ્રથમ લહેર માટે જવાબદાર છે. ચીનના વુહાનમાં જોવા મળતા મૂળ વાયરસની તુલનામાં તેમાં 44 થી 59 પરિવર્તન છે. આ સંશોધન પત્ર દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નેટલ રિસર્ચ ઇનોવેશન એન્ડ સિક્વન્સિંગ પ્લેટફોર્મ અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે.

આફ્રિકન વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે મે મહિનામાં દેશમાં કોરોના સ્ટ્રેનની કુલ જીનોમ સિક્વન્સીંગના 0.2 ટકા કેસ C.1.2. વેરિઅન્ટના હતા. જે જૂનમાં વધીને 1.6 ટકા અને જુલાઈમાં 2 ટકા થયા. વૈજ્ઞાનિકોએ કહ્યું કે અમે હાલમાં એન્ટિ બોડી ન્યૂટ્રલાઈઝેશન પર આ વેરિઅન્ટની અસરનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. ક્રિસ્પ ડિરેક્ટર ટ્યુલિયો દ ઓલિવિરાએ સોમવારે ઇમ્યુનોલોજી કોન્ફરન્સમાં જણાવ્યું કે પરિણામો એક અઠવાડિયાની અંદર અપેક્ષિત છે. નવો સ્ટ્રેન અત્યાર સુધી માત્ર 100 જીનોમમાં જ મળ્યો છે, જે એક નાની સંખ્યા છે, પરંતુ અમે આ સ્ટ્રેન વિશે ખૂબ સાવધ છીએ, કારણ કે આમાં રોગપ્રતિકારક શક્તિને ચકમો આપવાની પુરી ક્ષમતા છે.

English summary
Corona virus: Dangerous C.1.2 strain spread in 6 countries, the ability to evade antibodies!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X