For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાઇરસ: ન્યૂઝીલૅન્ડમાં છ મહિનાથી એક પણ કેસ નહોતો ત્યાં અચાનક કેમ લૉકડાઉન લાદવું પડ્યું?

ન્યૂઝીલૅન્ડમાં છ મહિનામાં કોવિડનો પ્રથમ કેસ આવતા દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી દેવાઈ છે. ઑકલૅન્ડમાં એક પુરુષનો કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઑકલૅન્ડમાં એક અઠવાડિયાનું લૉકડાઉન જાહેર કરાયું છે અને

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
જેસિંડા અર્ડેન

ન્યૂઝીલૅન્ડમાં છ મહિનામાં કોવિડનો પ્રથમ કેસ આવતા દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી દેવાઈ છે.

ઑકલૅન્ડમાં એક પુરુષનો કોવિડ ટેસ્ટ પૉઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઑકલૅન્ડમાં એક અઠવાડિયાનું લૉકડાઉન જાહેર કરાયું છે અને આખા દેશમાં ત્રણ દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે.

અધિકારીઓનું કહેવું છે કે એ લોકો એવું માની રહ્યા છે કે આ ડેલ્ટા વૅરિયન્ટનો કેસ છે.

આ વ્યક્તિએ ન્યૂઝીલૅન્ડના તટીય શહેર કોરોમંડલની લીધી હતી, ત્યાં પણ સાત દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

ન્યૂઝીલૅન્ડની 20 ટકા વસતીનું સંપૂર્ણ રસીકરણ થઈ ગયું છે. ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડેને કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં સ્તર ચારના સૌથી કડક નિયમો લાગુ કરવાની જરૂર છે, જેમાં શાળાઓ, ઑફિસો અને વેપારી સંસ્થાનો બંધ કરની જરૂર છે, માત્ર જરૂરી ચીજવસ્તુઓની સેવાઓ ચાલુ રહેશે.

તેમણે કહ્યું, "હું ભરોસો અપાવવા માગું છું કે અમે આ પ્રકારની સંભાવના માટે તૈયારી રાખી હતી. વહેલાં અને કડક પગલાં લેવાથી પહેલાં પણ સારું પરિણામ મળ્યું હતું."

58 વર્ષીય પુરુષ કથિત રીતે ગત ગુરુવારથી સંક્રમિત હોવાનું જણાવાયું હતું. એવી 23 સંભવિત જગ્યાઓ છે જ્યાંથી આ સંક્રમણ ફેલાયું હોય.


ન્યૂઝીલૅન્ડ કોરોના વાઇરસને દેશમાં નાબૂદ કરવામાં સફળ રહ્યું હતું

લૉકડાઉનના પગલે ઑકલૅન્ડના સુપરમાર્કેટમાં લોકો ઊમટી પડ્યા હતા.

અધિકારીઓનું કહેવું છે કે ડેલ્ટા વૅરિયન્ટના ડરને કારણે આખા દેશમાં કડક પગલાં લેવાની જરૂર છે, કારણ કે નવા કેસ અને સરહદ પર રહેલી ક્વૉરન્ટીન વ્યવસ્થા વચ્ચે કોઈ કડી નથી.

ન્યૂઝીલૅન્ડના આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા આંકડા મુજબ સરહદ પર મળી આવેલા કોવિડ-19 કેસ ડેલ્ટા વૅરિયન્ટના છે.

જેસિંડા અર્ડેને કહ્યું, "જો આપણે સમયસર પગલાં નહીં લઈએ તો આપણે જોયું છે કે બીજે શું થયું છે. અને આપણી પાસે એક જ અવસર હોય છે."

તેમણે કહ્યું કે ડેલ્ટા વૅરિયન્ટ એક ગેઇમ ચેન્જર છે.

ન્યૂઝીલૅન્ડ પોતાની સરહદોની અંદર કોરોના વાઇરસને નાબૂદ કરવામાં સફળ રહ્યું હતું. જોકે આ દેશે પોતાની આંતરરાષ્ટ્રીય સરહદોને બંધ જ રાખી છે.

જોકે, રસીકરણ કાર્યક્રમ ઘણી ધીમી ગતિએ ચાલી રહ્યો છે અને આવર વર્લ્ડ ઇન ડેટા મુજબ માત્ર 20 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ અને 33 ટકા લોકોને પ્રથમ ડોઝ મળી ગયો છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Corona virus: New Zealand has not had a single case in six months, why the sudden lockdown?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X