
વિશ્વભરમાં 54 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત, 3 લાખથી વધુના મોત
કોરોના વાયરસનુ તાંડવ સતત ચાલુ છે, છેલ્લા 24 કલાકમાં આ બિમારીથી વિશ્વભરમાં 10 લાખ લોકો સંક્રમિત થઈ ગયા છે. આ સાથે જ દુનિયાભરમાં સંક્રમિતોની સંખ્યા 54 લાખ થઈ ગઈ છે. ડબ્લ્યુએચઓ અનુસાર વૈશ્વિક કેસો હાલમાં 5,404,512 છે. આ સાથે જ દુનિયાભરમાં 3 લાખથી વધુ લોકો અત્યાર સુધી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે. અહીં કોરોના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા નોંધવામાં આવી છે. અહીં 24 લાખ 54 હજાર 452 કેસ નોંધવામાં આવ્યા છે.

અમેરિકામાં અત્યાર સુધી 98,902 મોત
કોવિડ 19ના કારણે અમેરિકામાં અત્યાર સુધી 98,902 મોત થઈ ચૂક્યા છે પરંતુ અમેરિકામાં કોરોના વાયરસથી સતત ત્રીજા દિવસે 700થી ઓછા મોત થયા છે. માનવામાં આવી રહ્યુ છે કે અમેરિકામાં હવે વાયરસની ગતિ ધીમી પડી છે. વળી, સ્પેન સરકારે કોરોના વાયરસના કારણે માર્યા ગયેલા પોતાના લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 10 દિવસનો રાષ્ટ્રીય શોક ઘોષિત કર્યો છે. રાષ્ટ્રીય શોર બુધવારથી શરૂ થઈને 5 જૂન સુધી રહેશે. આ દરમિયાન દેશભરની લગભગ 14 હજાર સરકાકરી ઈમારતો પર લોકો રાષ્ટ્રીય ઝંડા અડધા ઝૂકાવી દેવામાં આવશે. સ્પેનમાં 27 હજારથી વધુ લોકો આ સંક્રમણથી જીવ ગુમાવી ચૂક્યા છે.
|
ભારતમાં યથાવત છે કોરોનાનો કહેર
વળી, ભારતની વાત કરીએ તો દેશમાં છેલ્લા અમુક દિવસોમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા માત્ર 24 કલાકોમાં કોરોના વાયરસના 6,535 નવા પૉઝિટીવ કેસ સામે આવ્યા ત્યારબાદ દર્દીઓની સંખ્યા વધીને 1,45,380 થઈ ગઈ છે. જો કે હજુ સુધી કોરોના વાયરસના 60,490 દર્દી રિકવર થઈ ચૂક્યા છે અને હાલમાં સક્રિય કેસ 80,722 છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકાં 146 લોકોના મોત થયા છે ત્યારબાદ મૃતકોનો આંકડો વધીને 4167 થઈ ગયો છે. કોરોના દર્દીઓની સંખ્યામાં થઈ રહેલ વધારાને જોતા લોકોની અંદર એક ડર સમાઈ ગયો છે કે શું ભારતમાં કોરોના થર્ડ સ્ટેજ પર પહોંચી ગયુ છે. આ વિશે જાણવા માટે ભારતમાં 10 હૉટસ્પૉટ શહેરોમાં સીરોસર્વે કરાવવાની વાત પણ થઈ છે.

મહારાષ્ટ્રમાં 52 હજારથી વધુ સંક્રમણ
કોરોના વાયરસથી મહારાષ્ટ્ર, રાજધાની દિલ્લી, ગુજરાત અને તમિલનાડુ સૌથી વધુ પ્રભાવિત છે. એકલા મહારાષ્ટ્રમાં 52 હજારથીવધુ સંક્રમણના કેસ છે. અહીંના ધારાવી વિસ્તારમાં આજે કોરોનાના 38 નવા કેસ સામે આવ્યા છે. અહીં કોરોનાના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 1621 થઈ ગઈ છે. ધારાવીમાં કોરોનાથી અત્યાર સુધી 60 લોકોના મોત થઈ ચૂક્યા છે.
COVID 19: અમેરકામાં સતત ત્રીજા દિવસે 700થી ઓછા મોત, સ્પેનમાં 10 દિવસનો રાષ્ટ્રીય શોક