For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે શું કરીશુ? પાણીમાં પણ મળ્યો કોરોના વાયરસ

જે નવી માહિતી સામે આવી છે તે તો વધુ હચમચાવી દેનારી છે. ફ્રાંસમાં આ વાયરસ પાણીની અંદર પણ જોવા મળ્યો છે.

|
Google Oneindia Gujarati News

ડૉક્ટર અને વૈજ્ઞાનિકો વારંવાર આગાહી કરી રહ્યા છે કે નોવલ કોરોના વાયરસ વિશે હજુ ઘણુ બધુ જાણી શકાયુ નથી. વૈજ્ઞાનિકોનુ બધુ ધ્યાન તો ઈલાજ કરવા, ઈલાજ માટે દવા શોધવા અને સંક્રમણ રોકવા માટે વેક્સીનની શોધમાં લાગેલુ છે. પરંતુ આ દરમિયાન કોરોના વાયરસ વિશે લગભગ રોજેરોજ કોઈને કોઈ નવી વાત સામે આવી રહી છે. પહેલા વૈજ્ઞાનિકએ જણાવ્યુ કે આ જાનલેવા વાયરસ કલાકો સુધી હવામાં પણ જીવતો રહી શકે છે અને એટલા માટે ડૉક્ટરો અને આરોગ્યકર્મીઓને વધુમાં વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી. પરંતુ હવે જે નવી માહિતી સામે આવી છે તે તો વધુ હચમચાવી દેનારી છે. ફ્રાંસમાં આ વાયરસ પાણીની અંદર પણ જોવા મળ્યો છે. જો કે અત્યારે પાણીના જે સેમ્પલમાં આ વાયરસ મળી આવ્યો, તે પીવાનુ પાણી નહોતુ. પરંતુ સવાલ એ ઉઠે છે કે જો કોઈ એક જગ્યાએ કોરોના વાયરસ પાણીમાં પોતાનુ અસ્તિત્વ રાખી શકતો હોય તો શું બીજી જગ્યાએ પણ પાણીને સંક્રમિત ન કરી શકે?

બિન પીવાલાયક નેટવર્કના સેમ્પલમાં મળ્યો કોરોના વાયરસ

બિન પીવાલાયક નેટવર્કના સેમ્પલમાં મળ્યો કોરોના વાયરસ

ફ્રાંસની રાજધાની પેરિસમાં રસ્તાઓની સફાઈ અને બગીચાઓમાં ઉપયોગમાં લેવાતા પાણીમાં નોવલ કોરોના વાયરસની હાજરી વિશે માલુમ પડ્યુ છે. ત્યારબાદ ત્યાં પાણીની સપ્લાય રોકી દેવામાં આવી છે. જો કે સ્થાનિક પ્રશાસને નિવેદન જારી કરીને કહ્યુ છે કે શહેરમાં પીવાનુ પાણી સુરક્ષિત છે. સ્થાનિક અધિકારીઓ જણાવ્યા મુજબ પેરિસ મ્યુનિસિપલ વૉટર મેનેજમેન્ટની લેબમાં બિન પીવાલાયક સપ્લાય નેટવર્કના 27 સેમ્પલિંગ પોઈન્ટમાં 4 જગ્યાએ નોવલ કોરોના વાયરસના નાના નિશાન વિશે માલુમ પડ્યુ છે. હાલમા રાહતન વાત એ જણાવવામાં આવી રહી છે કે આ નેટવર્ક પેયજળ નેટવર્ક અને ઘરેલુ સપ્લાયથી સંપૂર્ણપણે અલગ છે.

સંક્રમિત પાણીની સપ્લાય રોકવામાં આવી

સંક્રમિત પાણીની સપ્લાય રોકવામાં આવી

બિન પેયજળ પાણીના સપ્લાયમાં કોરોના વાયરસ વિશે માલુમ પડ્યા બદા શહેરમાં તેની સપ્લાય રોકી દેવામાં આવી છે અને સાર્વજનિક સ્થળોએ હાલમાં પેયજળ નેટવર્કથી મળતા પાણીનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે. જો કે ફ્રાંસમાં કોવિડ-19ના કેસમાં ધીમે ધીમે સુધારો જોવા મળી રહ્યો છે. રવિવારે 11 દિવસ બાદ ત્યાં આઈસીયુમાં જતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. એટલુ જ નહિ છેલ્લા એક મહિનામાં ત્યાં નવા દર્દીઓના કેસમાં થનારા વધારામાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે અને રવિવારે 2000થી માત્ર થોડા વધુ નવા કેસ સામે આવ્યા છે.

યુરોપમાં પ્રતિબંધોમાં ઢિલાશના મળી રહ્યા છે સંકેત

યુરોપમાં પ્રતિબંધોમાં ઢિલાશના મળી રહ્યા છે સંકેત

આ દરમિયાન ફ્રાંસના પ્રધાનમંત્રી એડુઅર્ડ ફિલિપે આવનારા સપ્તાહમાં બિઝનેસ અને ટ્રાવેલ પર લગાવેલા પ્રતિબંધો હટાવવાના સંકેત પણ આપવાના શરૂ કરી દીધા છે. તેમણે કહ્યુ કે બે સપ્તાહની અંદર આપણે આ પ્રતિબંધોને હટાવવા માટે એક સકારાત્મક યોજનાનો ખુલાસો કરીશુ. ફ્રાંસની નહિ કોવિડ-19 મહામારીથી યુરોપમાં સૌથી ખરાબ રીતે પ્રભાવિત(ફ્રાંસ સહિત) ઈટલી અને સ્પેનમાં પણ પહેલી વાર રાહતના સંકેત મળી રહ્યા છે. જર્મની પણ જલ્દી વ્યાપારી ગતિવિધિઓને શરૂ કરવા માટે તૈયાર થવા લાગ્યુ છે.

યુરોપને સોશિયલ ડિસ્ટંસીંગથી મળી રહ્યો છે ફાયદો

યુરોપને સોશિયલ ડિસ્ટંસીંગથી મળી રહ્યો છે ફાયદો

રવિવારે સ્પેનમાં કોરોના વાયરસના કારણે 410 લોકોના મોત થયા અને ત્યાં મોતનો આંકડો 20,453 સુધી પહોંચી ગયો કે જે 22 માર્ચ બાદ સૌથી ઓછો છે. ઈટલીમાં પણ મા 433 મોત થયા કે જે સપ્તાહમાં સૌથી ઓછા છે. જ્યારે ફ્રાંસમાં આ આંકડો છેલ્લા ત્રણ સપ્તાહમાં સૌથી ધીમી ગતિએ ઉપર ચડ્યો છે. જર્મની અને યુકેના આંકડા પણ જણાવે છે કે સોશિયલ ડિસ્ટંસીંગ જેવા ઉપાયોએ અસર બતાવી છે.

લગભગ 24 લાખ થઈ સંક્રમિતોની સંખ્યા

લગભગ 24 લાખ થઈ સંક્રમિતોની સંખ્યા

તમને જણાવી દઈએ કે રવિવાર સુધી મળેલી સંખ્યા મુજબ દુનિયામાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા ચોવીસ લાખની ઉપર જઈ ચૂકી છે. જેમાંથી 6 લાખ અને 45 હજારથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે પરંતુ 1 લાખ 70 હજારથી વધુ લોકો પોતાના જીવ ગુમાવી બેઠા છે. સંક્રમણ અને મોત બંને મામલે સૌથી પહેલા સ્થાને અમેરિકા છે જ્યાં લગભગ 7 લાખ 92 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 42 હજારથી વધુ લોકોના મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ ભવનમાં કોરોનાની દસ્તક, પ્રેસિડેન્ટ એસ્ટેટમાં રહેતી મહિલા સંક્રમિતઆ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ ભવનમાં કોરોનાની દસ્તક, પ્રેસિડેન્ટ એસ્ટેટમાં રહેતી મહિલા સંક્રમિત

English summary
coronavirus found in water also, supplies stopped in France - report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X