Covid 19: આનાથી પણ વધુ ખરાબ સમય આવશે, WHO પ્રમુખની ચેતવણી
Covid 19: આનાથી પણ વધુ ખરાબ સમય આવશે, WHO પ્રમુખની ચેતવણી
આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે લથડીયાં ખાઈ રહી છે. દુનિયાભરમાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દુનિયાભરમાં વાયરસના કારણે 1 લાખ 58 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 22 લાખના આંકડાને પાર કરી ચૂક્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ દેશભરથી અત્યાર સુધી કોરોના વાયરસના 17656 મામલાની પુષ્ટિ થઈ છે, જ્યારે કોરોનાથી અત્યાર સુધી મરનારની સંખ્યા 559 છે.

આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કોરોના વાયરસ મહામારી વિશે ચેતવણી આપતા કહ્યું કે આનાથી પણ ખરાબ સમય આવસે, આવા હાલાત પેદા થવાના સંદર્ભમાં તેમણે કહ્યું કે કેટલાક દેશ એવા છે જેમણે હવે પ્રતિબંધો લગાવવા શરૂ કરી દીધા છે, ડબલ્યૂએચઓના ડિરેક્ટર ટેડ્રોસ એડેહનમ ગ્રેબ્રેયેસુસે એ નથી જણાવ્યું કે હાલાત હજી શા માટે વધુ ખરાબ થશે.
ભારતની વાત કરીએ તો દેશભરથી અત્યાર સુધીમાં કોરોનાના 17656 મામલાની પુષ્ટિ થી છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 2547 કોરોના દર્દી અત્યાર સુધીમાં ઠીક થઈ ચૂક્યા છે. 59 જિલ્લામાં પાછલા 14 દિવસમાં કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. અત્યાર સુધી દેશમાં કોરોનાના 3 લાખ 86 હજાર 791 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે કેટલાક હૉટસ્પૉટ્સમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે અથવા તો બગડતી જઈ રહી છે. આ પ્રભાવી જગ્યાની સ્થિતિને ઓન ધી સ્પોટ આંકલન કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત ગૃહ મંત્રાલયે 6 ઈંટર મિનીસ્ટીરિયલ સેંટ્રલ ટીમની રચના કરી.












Click it and Unblock the Notifications
