For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીનને પાઠ ભણાવવા અમેરિકી સેનેટમાં બિલ રજૂ, આકરા પ્રતિબંધ લાગી શકે

ચીનને પાઠ ભણાવવા અમેરિકી સેનેટમાં બિલ રજૂ, આકરા પ્રતિબંધ લાગી શકે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ મહામારી પર સતત ચીનને દોષી ગણાવી રહ્યા છે. આ દરમિયાન નવ પ્ભાવશાળી સાસદો તરફથી અમેરિકી કોંગ્રેસમાં એક એવું બિલ લાવવામાં આવ્યું છે જેમાં ટ્રમ્પને ચીન પર પ્રતિબંધો લગાવવા માટે અધિકૃત કરી દેવામાં આવ્યા છે. આ નવા બિલ બાદ ચીને જો તપાસમાં સહયોગ ના કર્યો તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીન પર પ્રતિબંધ લગાવવા માટે અધિકૃત છે. અમેરિકામાં અત્યાર સુધીમા કોરોનાથી 80 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 14 લાખથી વધુ લોકો પ્રભાવિત થઈ ચૂક્યા છે.

ટ્રમ્પ ચીનને પ્રતિબંધિત કરી શકે છે

ટ્રમ્પ ચીનને પ્રતિબંધિત કરી શકે છે

જે બિલ અણેરિકી કોંગ્રેસમાં લાવવામાં આવ્યુ છે તેને કોવિડ 19 અકાઉન્ટબિલિટી એક્ટ નામ આપવામાં આવ્યું છે. આ બિલને સીનેટર લિંડસે ગ્રાહમ તરફથી રજૂ કરવામાં આવ્યું છે જેને વધુ આઠ સીનેટર્સનું સમર્થન હાંસલ છે. સેનેટમાં મંગળવારે બિલ લાવવામાં આવ્યું છે જે કોંગ્રેસનું ઉચ્ચ સદન છે. બિલ અંતર્ગત પ્રેસિડેન્ટે 60 દિવસની અંદર અમેરિકી કોંગ્રેસમાં સાબિત કરવું પડશે કે ચીને અમેરિકી તપાસમાં પૂર્ણ સહયોગ આપ્યો છે. બિલ અંતર્ગત અમેરિકાના સાથઈ દેશો અથવા તો યૂનાઈટેડ નેશન્સ સાથે જોડાયેલ સંગઠનો જેવા કે વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠન તરફતી થયેલ તપાસમાં પણ ચીનને મદદ કરવી પડશે. આ ઉપરાંત તેમણે એવા બધા વેટ માર્કેટ્સ પણ બંધ કરવા પડશે જ્યાં માણસો માટે સ્વાસ્થ્યનો વધુ ખતરો હોય.

કેવા પ્રકારના પ્રતિબધોની આશંકા

કેવા પ્રકારના પ્રતિબધોની આશંકા

બિલ પાસ થવા પર રાષ્ટ્રપતિ ચીન પર કેટલાય પ્રકારના પ્રતિબંધો લગાવી શકે છે. ટ્રમ્પ, સંપત્તિને સીજ કરવા, વીજા પ્રતિબંધો લગાવવા, અમેરિકી નાણાકીય સંસ્છાનોને ચીનને લોન દેવા કે કોઈ ચીની બિઝનેસની મદદ કરવા અને ચીની કંપનીઓને અમેરિકી સ્ટૉક એક્સચેન્જમાં લિસ્ટ થવાથી બેન કરવા સાથે જોડાયેલ મોટા પગલાં પર નિર્ણયો કરી શકશે.

ચીન ક્યારેય તપાસ નહિ કરવા દે

ચીન ક્યારેય તપાસ નહિ કરવા દે

ગ્રાહમે કહ્યુ કે તેઓનું માનવું છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના દગા વિના વાયરસ અમેરિકા સુધી આવી જ નહોતો શકતો. ચીને આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો કે તે આંતરરાષ્ટ્રીય સમુદાયને વુહાન લેબમાં તપાસ માટે નહિ આવવા દે. ગ્રાહમ મુજબ ચીન તપાસકર્તાઓને આ મહામારી કેવી રીતે શરૂ થઈ તેનો પતો લગાવવા દેવા માંગતુ નથી. સાથે જ તેમણે એ વાત પર પણ ભરોસો જતાવ્યો કે ચીન મહામારીની ગંભીર તપાસ માટે ક્યારેય સહમત નહિ થાય. સેનેટર જિમ ફોએ કહ્યું કે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાએ મહામારી માટે જવાબદારી લેવી પડશે.

અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 1813 લોકોના મોતઅમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 1813 લોકોના મોત

English summary
Coronavirus: US senators introduce legislation in Congress to impose sanctions on China.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X