For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Good News: સપ્ટેમ્બરમાં આવી જશે જાનલેવા કોરોના વાયરસથી બચાવતી વેક્સીન

દુનિયાની પ્રતિષ્ઠિત ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સારા ગિલબર્ટે દુનિયાને કોરોના વાયરસની મહામારી વચ્ચે એક સારા સમાચાર આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાની પ્રતિષ્ઠિત ઑક્સફૉર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક સારા ગિલબર્ટે દુનિયાને કોરોના વાયરસની મહામારી વચ્ચે એક સારા સમાચાર આપ્યા છે. સારાએ નિરાશાના આ માહોલ વચ્ચે કહ્યુ છે કે આ વર્ષે સપ્ટેમ્બર સુધી મહામારીથી બચાવની વેક્સીન આવી જશે. યુનિવર્સિટીના વેક્સીનોલૉજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સારા ગિલબર્ટો 500 વૉલિયન્ટર્સને ભરતી કર્યા છે જેમની મર 18થી 55 વર્ષની વચ્ચે છે. તેમની મદદથી તેમણે વેક્સીનની પ્રારંભિક અને મધ્ય તબક્કાની ટ્રાયલ શરૂ કરી દીધી છે.

5000 લોકો પર છેલ્લી ટ્રાયલ

5000 લોકો પર છેલ્લી ટ્રાયલ

બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સારા જે વેક્સીન ટ્રાયલ કરી રહી છે તેની ફાઈનલ ટ્રાયલ 5000 લોકો પર કરવામાં આવશે. ગિલબર્ટની માનીએ તો સમય વધુ લાગી શકે છે પરંતુ તેને મેળવી શકાય છે. ગિલબર્ટે વર્ષ 1994થી યુનિવર્સિટીમાં ઘણા પ્રકારની વેક્સીન પર રિસર્ચ શરૂ કર્યુ હતુ. તેમણે યુકેના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફૉર હેલ્થ રિસર્ચ ઉપરાંત યુકે રિસર્ચ એન્ડ ઈનોવેશન તરફથી માર્ચ મહિનામાં 2.8 મિલિયન ડૉલરનુ અનુદાન આપવામાં આવ્યુ હતુ. આનો હેતુ કોવિડ-19ની વેક્સીન રિસર્ચની કોશિશોને આગળ વધારવાનો હતો.

પહેલા ડોઝથી મળ્યા સારા પરિણામો

પહેલા ડોઝથી મળ્યા સારા પરિણામો

શુક્રવારે જ્યારે સારા મીડિયા સાથે વાત કરી રહ્યા હતા તો તેમણે કહ્યુ કે વેક્સીન સપ્ટેમ્બર સુધી આવી જશે. સારાએ જણાવ્યુ કે, ‘તેમની ટીમ મહામારીનુ રૂપ લેતી એક બિમારી પર કામ કરી રહ્યા હતા. આને એક્સ નામ આપવામાં આવ્યુ હતુ અને આના માટે તેમણે યોજના બનાવીને કામ કરવાની જરૂર હતી. તેમણે કહ્યુ કે ChAdOx1 ટેકનિક સાથે આની 12 ટ્રાયલ કરવામાં આવી ચૂકી છે. તેમના શબ્દોમાં, ‘અમને એક ડોઝની જ ઈમ્યુન માટે સારા પરિણામ મળ્યા છે, જ્યારે આરએનએ અને ડીએનએ ટેકનિકથી બે કે બેથી વધુ ડોઝની જરૂર હોય છે.'

ટ્રાયલ પહેલા મેન્યુફેક્ચરિંગ શરૂ

ટ્રાયલ પહેલા મેન્યુફેક્ચરિંગ શરૂ

પ્રોફેસર ગિલબર્ટે આની ક્લીનિકલ ટ્રાયલ શરૂ થવાની માહિતી આપી અને સફળતાનો વિશ્વાસ વ્યક્ત કરીને કહ્યુ કે આની એક મિલિયન ડોઝ આ વર્ષે સપ્ટેમ્બર સુધી મળી જશે. ઑક્સફૉર્ડ યુનિવર્સિટીની ટીમ આ વેક્સીન વિશે આત્મવિશ્વાસથી એટલી ભરેલી છે કે ક્લીનિકલ ટ્રાયલ પહેલા જ મેન્યુફેક્ચરીંગ શરૂ કરી દીધુ છે. સપ્ટેબર સુધી રાહ જોવા નથી ઈચ્છતા જ્યારે ક્લીનીકલ ટ્રાયલ પૂરી થશે. તેમણે કહ્યુ કે અમે એક રિસ્ક સાથે મોટાપાયે વેક્સીનની મેન્યુફેક્ચરીંગ શરૂ કરી છે.

ભારતમાં પણ એક વેક્સીનની ટ્રાયલ

ભારતમાં પણ એક વેક્સીનની ટ્રાયલ

અત્યારે દુનિયાના અલગ અલગ ભાગોમાં કુલ સાત મેન્યુફેક્ચર્સ વેક્સીનની મેન્યુફેક્ચરીંગમાં લાગેલા છે. પ્રોફેસર હિલે કહ્યુ કે સાત મેન્યુફેક્ચર્સમાંથી ત્રણ બ્રિટન, બે યુરોપ, એક ચીન અને એક ભારત છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે સપ્ટેમ્બર કે વર્ષના અંત સુધી આ વેક્સીનનો એક મિલિયન ડોઝ ઉપલબ્ધ થઈ જશે. તેમણે કહ્યુ કે ત્રણ તબક્કાની ટ્રાયલની શરૂઆત 510 વૉલંટિયર્સ સાથે થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ લૉકડાઉનમાં ભૂખ્યા પરિવાર માટે ફોન વેચી રાશન ખરીદ્યુ, બાદમાં કરી લીધી આત્મહત્યાઆ પણ વાંચોઃ લૉકડાઉનમાં ભૂખ્યા પરિવાર માટે ફોન વેચી રાશન ખરીદ્યુ, બાદમાં કરી લીધી આત્મહત્યા

English summary
Coronavirus vaccine may be ready for mass production by September says Oxford scientist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X