Coronavirus: ફેસ માસ્ક માટે WHOએ જારી કરી નવી ગાઈડલાઈન
જિનિવાઃ આખુ વિશ્વ હાલમાં કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યુ છે. દરેક વ્યક્તિ બસ હવે તેની વેક્સીનની રાહ જોઈ રહ્યા છે પરંતુ જ્યાં સુધી આની વેક્સીન ન આવી જાય ત્યાં સુધી સાવધાની જ બચાવ છે. માટે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ બુધવારે ફેસ માસ્કના ઉપયોગ વિશે નવી ગાઈડલાઈન જારી કરી છે. સાથે જ તેણે લોકોને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવાની વાત કહી છે.
ફેસ માસ્કના ઉપયોગ માટે WHOની નવી ગાઈડલાઈન
- જ્યાં કોરોનાનુ સંક્રમણ વધુ છે ત્યાં દરેકે માસ્ક પહેરવુ જરૂરી છે. જો તમે પ્રદૂષિત વાતાવરણમાં રહેતા હોય તો ઘરની અંદર પણ માસ્ક પહેરો.
- 12 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના છાત્ર અને બાળકો સહિત બધા લોકો ફેસ માસ્કનો ઉપયોગ જરૂર કરે. દુકાનો, ઑફિસો અને સંસ્થાઓમાં દરેક વ્યક્તિએ માસ્ક પહેરવુ જરૂરી છે.
- જો તમારા એરિયામાં પ્રદૂષણ ખૂબ જ હોય તો તમે ઘરમાં પણ માસ્ક પહેરી રાખો. ઘરની અંદર મહેમાન આવે તો પણ ફેસ માસ્કનો ઉપયોગ કરો.
- માસ્ક ઉપરાંત દરેકે હાથ ધોવાનુ પણ ખૂબ ધ્યાન રાખવુ જોઈએ. હેલ્થ કેર વર્કર્સ પણ કોવિડ-19 દર્દીઓની દેખરેખ કરતી વખતે એન-95 માસ્ક પહેરે.
- ભીડવાળી જગ્યાએ તો માસ્ક અનિવાર્ય છે. બધા સ્વસ્થ લોકોએ ફેબ્રિક માસ્ક પહેરવા જોઈએ. જે લોકો બિમાર છે, તે મેડિકલ ગ્રેડના માસ્ક પહેરે. સિંગલ-યુઝ માસ્કને રી-યુઝ કરવાનુ ટાળો.
ઉલ્લેખનીય છે કે આખા વિશ્વમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 64,194,692 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આનાથી અત્યાર સુધી 1,486,829 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 14,108,490 થઈ ગઈ છે જ્યારે ત્યાં 276,976 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ભારત સંક્રમિત લોકોની સંખ્યાની દ્રષ્ટિએ બીજા નંબરે છે. આરોગ્ય મંત્રાલય તરફથી બુધવારે (2 ડિસેમ્બર)સવારે જારી કરાયેલ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,604 નવા કેસ મળ્યા છે જ્યારે 501 લોકોના મોત થયા છે. હવે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 94,99,414 પહોંચી ગયો છે. 501 નવા મોત બાદ કુલ મૃતકોની સંખ્યા 1,381,22 થઈ ગઈ છે. સક્રિય કેસ 4,28,644 છે. 43,062 નવા ડિસ્ચાર્જ કેસ બાદ કુલ રિકવર કેસોની સંખ્યા હવે 89,32,647 છે.
દિલ્લીમાં ટાંગો ચલાવવાથી લઈને મસાલાના બાદશાહ બનવા સુધીની સફર