For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇફોન ખરીદવા માટે મા-બાપે બાળકીને વેચી

By Super
|
Google Oneindia Gujarati News

apple-iphone
શાંઘાઇ, 18 ઓક્ટોબરઃ શું કોઇ પોતાના બાળકને વેચીને આઇફોન ખરીદી શકે ખરા? કદાચ ના, પરંતુ આ સાચી વાત છે, આવા જ એક સમાચાર ચીનમાં પ્રકાશમાં આવ્યા છે. ત્યાં એક યુવા ચાઇનીઝ જોડા પર આરોપ છે કે, તેમણએ પોતાની પુત્રીને વેચીને આઇફોન ખરીદ્યો. લોકો મીડિયામાં શુક્રવારે આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા.

લિબ્રેશન ડેલીના અહેવાલ અનુસાર યુગલે પોતાની ત્રીજી પુત્રીને ગોદ લેવા માટે ઇન્ટરનેટ પર એક પોસ્ટ નાંખી હતી, એટલું જ નહીં, યુગલે તેના બદલામાં પૈસા પણ લીધા. ત્યારબાદ શાંઘાઇના પ્રોસિક્યુટર્સે યુગલ વિરુદ્ધ હ્યુમન ટ્રાફિકિંગનો કેસ દાખલ કર્યો. તપાસમાં બહાર આવ્યુ કે, બાળકીની માતાએ રકમનો ઉપયોગ આઇફોન ખરીદવામાં કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સાથે જ સ્પોર્ટ્સ શૂ અને અન્ય કેટલીક પ્રોડક્ટ્સ ઓનલાઇન ખરીદવામાં આવી.

જો કે, યુગલે પોલીસ સમક્ષ બીજી કોઇ વાર્તા કરી ચે. કપલે પોલીસને પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, ત્રીજા બાળકની તેઓ સારી રીતે પરવરિશ કરી શકતા નહોતા, તેથી તેને ગોદ આપવાના નિર્ણય કરવામાં આવ્યો. વાલી અનુસાર બાળકને પોતાનાથી દૂર કરવાનું કોઇ ફાયદા માટે નથી કરવામાં આવ્યુ.

નોંધનીય છે કે, ચીનમાં એપલની પ્રોડક્ટ ઘણી લોકપ્રીય છે. ગત વર્ષે સમાચાર આવ્યા હતા, જેમાં એક બાળકે આઇફોન અને આઇપેડ ખરીદવા માટે પોતાની કિડની વેચી નાંખી હતી. આ સમાચારે વિશ્વ ભરમાં સનસની ફેલાવી દીધી હતી.

English summary
A young Chinese couple are facing criminal punishment for "selling" their daughter and using part of the proceeds to buy an Apple iPhone, state media said Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X