For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભવિષ્યમાં બાયો આતંકી હુમલાને પણ અંજામ આપવામાં આવી શકે છેઃ UN ચીફ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)માં પહેલી વાર કોવિડ-19 પર ચર્ચા કરવામાં આવી.

|
Google Oneindia Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યુએનએસસી)માં પહેલી વાર કોવિડ-19 પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન યુનાઈટેડ નેશન્સ(યુએન)ના પ્રમુખ એંટોનિયો ગુટારેશે સુરક્ષા પરિષદને જણાવ્યુ કે મહામારીએ એ વાત સામે લાવીને રાખી દીધી છે કે કેવી રીતે અલોકતાંત્રિક દેશ કોઈ પણ ખતરનાક નસલની મદદથી બાયો-આતંકી હુમલાની ભૂમિકામાં મદદ કરી શકે છે. આ મહામારીના કારણે અત્યાર સુધી દુનિયામાં 95,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને 1,603,896 લોકો આના શિકાર છે.

જોખમ વધી ગયુ છે

જોખમ વધી ગયુ છે

ગુટારેશે ગુરુવારે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા યુએનએસસીને સંબોધિત કરીને કહ્યુ, ‘આ મહામારીએ જણાવ્યુ છે કે આપણે કેટલા કમજોર છીએ અને તૈયારીઓની કમી છે. આનાથી એ વાતને મોકો મળે છે કે કેવી રીતે એક બાયો-ટેરરિસ્ટ એટેકને આવનારા સમયમાં અંજામ આપવામાં આવી શકે છે અને તેણે આના જોખમને વધારી દીધુ છે.' તેમણે આગળ કહ્યુ, ‘નૉન સ્ટેટ ગ્રુપ્સ કોઈ ઝેરીલી નસલને મેળવીને તેની મદદથી આ રીતનો વિનાશ દુનિયાભરમાં કરી શકે છે.' તેમણે એ પણ કહ્યુ, ‘બની શકે કે અમુક અલોકતાંત્રિક લોકોએ વર્તમાન સમયમાં દુનિયામાં ચાલી રહેલ સંકટનો ફાયદો પણ ઉઠાવી લીધો હોય. તેના કારણે ક્ષેત્રમાં પહેલેથી જ સંઘર્ષ વધી ગયો હોય.' ગુટારેશે ચેતવણી આપી કે કોરોના વાયરસ મહામારીના કારણે આજે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનુ જોખમ ઉભુ થઈ ગયુ છે. આ મહામારીએ સામાજિક અશાંતિને વધારી છે અને હિંસાને આવનારા સમયમાં પ્રોત્સાહન મળશે જેના કારણે બિમારી સામે લડવાની ક્ષમતા નબળી પડશે.

અમેરિકા અને ફ્રાંસની મદદથી થઈ મીટિંગ

અમેરિકા અને ફ્રાંસની મદદથી થઈ મીટિંગ

યુએન અત્યાર સુધી મહામારી વિશે ચૂપ હતુ. આ પહેલી વાર છે જ્યારે તેમના તરફથી બંધ રૂમમાં થયેલી મીટિંગમાં મહામારી પર આટલુ મોટુ નિવેદન આપવામાં આવ્યુ છે. ગુટારેશનુ આ નિવેદન એટલા માટે પણ વધુ મહત્વપૂર્ણ છે કારણકે ચીને આ વાતને માનવાનો ઈનકાર કરી દીધો હતો કે કોરોના વાયરસ મહામારા કારણે દુનિયાની શાંતિ અને સુરક્ષાનો જોખમ પેદા થઈ શકે છે.

ચીને કર્યો હતો વિરોધ

ચીને કર્યો હતો વિરોધ

સૂત્રોની માનીએ તો સિક્યોરિટી કાઉન્સિલને શરૂઆતમાં કોઈ પણ પ્રકારનુ નિવેદન જારી કરવાથી બાધિત કરવામાં આવ્યા હતા. અમેરિકા તરફથી લાવવામાં આવેલ પ્રસ્તાવને પણ પરિષદે સ્વીકારવા નહોતો દીધો. આ પ્રસ્તાવમાં જોર આપીને કહેવામાં આવ્યુ હતુ કે વાયરસ ચીન અથવા વુહાનથી નીકળ્યો છે. ચીને આ વાતનો વિરોધ કર્યો હતો. પરંતુ બેલ્જિયમના યુએન રાજદૂત માર્ક પેક્ટસી ડી બાયસ્ટવર્વે કહ્યુ કે ગુરુવારે આનો ઉલ્લેખ થયો નથી. તેમણે અને કાઉન્સિલના બાકી નવ ચૂંટાયેલા સભ્યો તરફથી એક મીટિંગનુ જોર આપવામાં આવ્યુ. ડોનાલ્ડ ટ્રમ્પ એ વાત પર રાજી થયા કે વીડિયો કૉન્ફરન્સિંગ વચ્ચે પાંચ સ્થાયી સભ્યો જેમાં ચીન, રશિયા અને બ્રિટન પણ શામેલ છે, તેમના નેતાઓની મીટિંગ થાય.

આ પણ વાંચોઃ છેલ્લા 12 કલાકમાં કોરોનાથી દેશમાં 30 લોકોના મોત, દર્દીઓની સંખ્યા 6412આ પણ વાંચોઃ છેલ્લા 12 કલાકમાં કોરોનાથી દેશમાં 30 લોકોના મોત, દર્દીઓની સંખ્યા 6412

English summary
COVID-19 pandemic reveals how bio-terrorist attack may unfold says UN Chief Antonio Guterres at UNSC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X