For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં કોરોના કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 1883 લોકોના મોત

દુનિયાનો સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે. અહીં અત્યાર સુધી 11 લાખથી વધુ લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે.

|
Google Oneindia Gujarati News

હાલમાં આખી દુનિયા કોરોના વાયરસ(કોવિડ-19) સંકટનો સામનો કરી રહી છે. આ વાયરસથી દુનિયાનો સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે. અહીં અત્યાર સુધી 11 લાખથી વધુ લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે. એએફપી ન્યૂઝ એજન્સીએ જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના હવાલાથી જણાવ્યુ છે કે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 1883 લોકોના મોત થઈ ગયા છે. અહીં અત્યાર સુધી કોરોના વાયરસથી 65 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. વળી, સંક્રમિતોની સંખ્યા 11 લાખને પાર કરી ચૂકી છે. કોરોના વાયરસ દુનિયાના લગભગ 212 દેશોમાં ફેલાયુ છે. અમેરિકા, ફ્રાંસ, ઈટલી, સ્પેન, બ્રિટન, જાપાન, ભારત સહિત ઘણા દેશોને આનાથી બચવા માટે લૉકડાઉનનો નિર્ણય કરવો પડ્યો. જેનાથી અર્થવ્યવસ્થા પણ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે.

લૉકડાઉન ખોલવાની તૈયારી

લૉકડાઉન ખોલવાની તૈયારી

આ દરમિયાન ઘણા દેશોમાં સંક્રમણના કેસ વધવા છતાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ધીમે ધીમે લૉકડાઉન ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે. જ્યારે દુનિયામાં દર્દીઓની સંખ્યા 33 લાખના આંકડાને પાર કરી ચૂકી છે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર દુનિયાભરમાં સંક્રમણથી મરનારની સંખ્યા 2,37,720 થઈ ચૂકી છે.

અમેરિકામાં મોતનો આંકડો 65 હજારથી વધુ

અમેરિકામાં મોતનો આંકડો 65 હજારથી વધુ

અમેરિકામાં કુલ મૃતકો 65 હજારથી વધુ થઈ ચૂક્યા છે પરંતુ રાજ્યો સાથે ટ્રમ્પ પ્રશાસન બજાર ખોલવાની તૈયારી કરી રહ્યા છે. યુરોપીય દેશોમાં અધિકૃત રીતે લૉકડાઉમાં ઢીલ આપવાનુ શરૂ કરી દીધુ છે. જ્યારે સ્થિતિ હજુ પણ સામાન્ય નથી થઈ શક્યા. વાયરસના કહેરનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે અમેરિકા અને યુરોપીય દેશોમાં કહેર વર્તાવ્યા બાદ હવે આ રશિયા તરફ જતુ દેખાઈ રહ્યુ છે. શુક્રવારે રશિયામાં કોરોના સંક્રમણના લગભગ 8 હજાર નવા કેસ સામે આવ્યા છે.

પ્રધાનમંત્રી પણ વાયરસથી સંક્રમિત

પ્રધાનમંત્રી પણ વાયરસથી સંક્રમિત

ત્યારબાદ દેશમાં કુલ કેસ વધીને એક લાખ 14 હજાર 431 થઈ ગયા છે. અહીં એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધુ 7933 કેસ સામે આવ્યા છે. પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તીન પણ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં મરનારનો આંકડો 1169 પર પહોંચી ગયો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ મિશુસ્તીના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.

આ પણ વાંચોઃ ત્રણ સપ્તાહ બાદ દેખાયા નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન, બધી અટકળોનો અંતઆ પણ વાંચોઃ ત્રણ સપ્તાહ બાદ દેખાયા નૉર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન, બધી અટકળોનો અંત

English summary
covid19 deaths in america climbed by 1883 in the past 24 hours coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X