For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Crime News : 6 વર્ષના બાળકે ક્લાસરૂમમાં શિક્ષકને મારી ગોળી

એક છ વર્ષના બાળકે તેના શિક્ષકની ગોળી મારી હતી. આ વર્જિનિયા શહેરમાં 6 વર્ષના બાળકે તેના શિક્ષકને ગોળી મારી જીવલેણ હુમલો કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

Crime News : અમેરિકામાં ગોળીબાર થવો સમાન્ય વાત છે. અમેરિકાના ગન કલ્ચરને કારણે ગુનાહિત પ્રવૃતિમાં વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યો છે. જેમાં એક છ વર્ષના બાળકે તેના શિક્ષકની ગોળી મારી હતી. આ વર્જિનિયા શહેરમાં 6 વર્ષના બાળકે તેના શિક્ષકને ગોળી મારી જીવલેણ હુમલો કર્યો હતો.

Crime News

પોલીસ અને શાળાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ એક 6 વર્ષીય વિદ્યાર્થીએ વર્જિનિયાના શિક્ષકને ગોળી મારીને ઘાયલ કરી હતી. આરોપી વિદ્યાર્થી પ્રથમ ધોરણનો વિદ્યાર્થી છે. પોલીસે જણાવ્યું કે, રિચનેક એલિમેન્ટરી સ્કૂલમાં ગોળીબારમાં કોઈ વિદ્યાર્થીઓને ઈજા થઈ નથી. અહેવાલો અનુસાર, પીડિત શિક્ષિકા 30 વર્ષની છે અને તેને ગંભીર ઈજાઓ થઈ છે.

ન્યૂપોર્ટ ન્યૂઝના પોલીસ વડા સ્ટીવ ડ્રૂએ પત્રકારોને જણાવ્યું હતું કે, બપોર સુધીમાં તેમની સ્થિતિમાં સુધારો થયો હતો. ક્લાસરૂમમાં બાળક પાસે હેન્ડગન હતી અને તેઓએ વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે.

ન્યૂપોર્ટ ન્યૂઝના પોલીસ અધિકારી સ્ટીવ ડ્રૂએ જણાવ્યું હતું કે, અમારી પાસે એવી સ્થિતિ ન હતી કે, કોઈ શાળાની આસપાસ ગોળીબાર કરી રહ્યું હોય, પરંતુ અમારી પાસે ચોક્કસ સ્થાન હતું, જ્યાં ગોળી ચલાવવામાં આવી હતી. ગોળીબાર અકસ્માત ન હતો એટલે કે ગોળી આકસ્મિક રીતે ચલાવવામાં આવી ન હતી, પરંતુ વિદ્યાર્થી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

ન્યૂપોર્ટ ન્યૂઝ પબ્લિક સ્કૂલ્સે ફેસબુક પર જણાવ્યું હતું કે, ઘટના બાદ માતા-પિતા અને વિદ્યાર્થીઓને જીમના દરવાજાની બહાર લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ન્યૂપોર્ટ ન્યૂઝ દક્ષિણપૂર્વ વર્જિનિયામાં આવે છે, જે લગભગ 185,000 લોકોનું શહેર છે. આ શહેર તેના શિપયાર્ડ માટે જાણીતું છે, જે દેશના એરક્રાફ્ટ કેરિયર્સ અને યુએસ નેવીના અન્ય જહાજોનું નિર્માણ કરે છે.

વર્જિનિયા ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશનની વેબસાઇટ અનુસાર, રિચનેક સ્કૂલમાં લગભગ 550 વિદ્યાર્થીઓ છે, જેઓ કિન્ડરગાર્ટનથી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કરે છે. શાળા સત્તાવાળાઓએ પહેલેથી જ કહ્યું છે કે, સોમવારના રોજ શાળા બંધ રહેશે.

English summary
Crime News : 6 year old child shoots teacher in classroom
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X