For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉશિંગ્ટન એરપોર્ટ પર કસ્ટમ તપાસમાં ભારતીય યાત્રીની બેગમાંથી મળ્યું છાણું, જાણો કેમ છે પ્રતિબંધિત

વૉશિંગ્ટન એરપોર્ટ પર કસ્ટમ તપાસમાં ભારતીય યાત્રીની બેગમાંથી મળ્યું છાણું, જાણો કેમ છે પ્રતિબંધિત

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓને ભારતીય યાત્રીની બેગમાંથી ગાયનું છાણું મળ્યું. વૉશિંગ્ટન ડીસીના ઉપનગરના એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની આ ઘટના છે. અમેરિકામાં છાણાં પર પ્રતિબંધ છે કેમ કે તેને પગ અને મોઢાના દર્દ વાહકના રૂપમાં વધુ સંક્રમિત માનવામાં આનવામાં આવે છે.

cow dung

સોમવારે અમેરિકી સીમા શુલ્કે અને સીમા સુરક્ષા (CBP)એ જણાવ્યું કે છાણું નષ્ટ કરી દેવાયું છે. સીબીપીના કૃષિ વૈજ્ઞાનિકોને એક સૂટકેસમાં ગાયનું છાણું મળી આવ્યું જેને એર ઈન્ડિયાના ભારતીય યાત્રીઓએ 4 એપ્રિલના રોજ સીબીપીના નિરીક્ષણ સ્ટેશને છોડી ગયા હતા.

સીબીપીના બાલ્ટીમોર ફીલ્ડના ફીલ્ડ ઓપરેશનના કાર્યવાહન નિદેશક કીથ ફ્લેમિંગે કહ્યું કે ફુટ એન્ડ માઉથ ડિજીજ એવા જાનવરોની બીમારીઓમાંથી એક છે, પશુપાલકો જેનાથી સૌથી વધુ ગભરાતા હોય છે, જેના ગંભીર પરિણામ હોય છે અને કૃષિ સુરક્ષા મિશન માટે એક મહત્વપૂર્ણ ખતરો છે.

ઈદ-ઉલ-ફિત્રનુ મહત્વ, ઉજવણી, તારીખ, જાણો તેના વિશે બધુઈદ-ઉલ-ફિત્રનુ મહત્વ, ઉજવણી, તારીખ, જાણો તેના વિશે બધુ

ગાયના છાણને દુનિયાના કેટલાક ભાગમાં એક મહત્વપૂર્ણ ઉર્જા અને ખાવાનું પકવવાનો સ્રોત જણાવવામાં આવ્યો છે. ગાયના છાણને કથિત રીતે ત્વચા ડિટૉક્સીફાયર, એક રોગાણુરોધી અને ઉર્વરકના રૂપમાં પણ ઉપયોગ કરાય છે. સીબીપીએ કહ્યું કે આ કથિત લાભો છતાં ફુટ એન્ડ માઉથ ડિજીજના સંભાવિત કારણસર તેના પર પ્રતિબંધ લગાવાયો છે.

English summary
Customs check at Washington airport finds manure cake in Indian passenger's bag
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X