For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉદીમાં બે ભારતીયોને મળી સિર કલમ કરવાની સજા, હત્યા-લૂટનો હતો આરોપ

સાઉદીમાં બે ભારતીયોને મળી સિર કલમ કરવાની સજા, હત્યા-લૂટનો હતો આરોપ

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ સાઉદી અરબમાં રોજી રોટી કમાવવા ગયેલ બંજાબના બે યુવકો પર હત્યા અને લૂટનો આરોપ લાગ્યો છે, બંનેને માથાં કલમ કરવાની સજા સંભળાવવામાં આી છે. ગત 28 તારીખે બંને યુવકને સજા આપી દેવામાં આવી છે. પરંતુ તેમના પરિજનોને હજુ સુધી તેમનો મૃતદેહ મળ્યો નથી. બંને યુવકની ઓળખ સતવિંદર કુમાર હોશિયારપુર અને હરજીત સિંહ લુધિયાનાના રૂપમાં થઈ છે. બંને યુવકોના સાઉદીમાં સિર કલમ કર્યાં હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

હાઈકોર્ટ સમક્ષ પોકાર લગાવી

હાઈકોર્ટ સમક્ષ પોકાર લગાવી

જણાવી દઈએ કે ગત દિવસોમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં હુશિયારપુરના દસૂહાના યુવક સતવિંદરની પત્ની સીમા રાનીએ અરજી દાખલ કરી યુવકોની ભાળ મેળવવા મદદ માંગી હતી. જેના પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં જસ્ટિસ તેજિન્દર સિંહ ડીઢંસાએ મામલાની સુનાવણી કરતા કેન્દ્ર સરકારને આ મામલે દખલગીરી કરી સાત દિવસમાં પીડિતોને જાણકારી આપવાનો આદેશ આપ્યો હતો. આ હિસાબે અદાલતના આદેશ બાદ ભારતીય વિદેશ મંત્રાલય તરફથી કરાવવામાં આવેલ તપાસમાં સનસનીખેજ ખુલાસો થયો છે. તપાસમાં માલુમ પડ્યું છે કે રિયાદમાં ભારતીય દૂતાવાતને આ વિશે કોઈ જાણકારી આપવામાં આવી નહોતી. બંનેના માથાં વાઢી મૂકવામાં આવ્યાં તે પહેલા ભારતીય દૂતાવાસને આ અંગે માહિતી આપવામાં જ નહોતી આવી. કદાચ બંનેના પરિજનોને મૃતદેહ પણ આપવામાં નહિ આવે કેમ કે આ સાઉદીના નિયમોની વિરુદ્ધ છે.

બંને પર હત્યાનો આરોપ

બંને પર હત્યાનો આરોપ

જણાવવામાં આવી રહ્યું છે કે હરજીત અને સતવિંદરે ઈમામુદ્દીન નામના ભારતીયની પૈસાના વિવાદમાં હત્યા કરી હતી. ત્રણેયે આ પૈસા લૂટ દ્વારા એકઠા કર્યા હતા. કેટલાક દિવસ બાદ બંને વચ્ચે ઝઘડો થયો અને દારૂ પીવાના અપરાધમાં બંનેની ધરપકડ કરવામાં આવી. બંનેને ભારત પરત મોકલવાની ઔપચારિકતા પૂરી કરી તે વખતે જ મર્ડરમાં પણ બંનેના નામ સામેલ હોવાના કેટલાંક સબૂત મળ્યાં. જે બાદ બંનેને રિયાદ જેલમાં ટ્રાયલ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

દૂતાવાસ સમગ્ર ઘટનાથી અજાણ

દૂતાવાસ સમગ્ર ઘટનાથી અજાણ

વિદેશ મંત્રાલય મુજબ બંનેને ટ્રાયલ માટે રિયાદની જેમાં મોકલવામાં આવ્યા જ્યાં બંનેએ હત્યાનો ગુનો કબૂલી લીધો. 31 મે 2017ના રોજ જ્યારે મામલાની સુનાવણી થઈ ત્યારે ત્યાં દૂતાવાસનો એક અધિકારી હાજર હતો. જો કે કેસની સુનવણી દરમિયાન બંને પર હિરાબા (હાઈવે પર લૂટ)નો કેસ પણ શરૂ થઈ ગયો. આ અપરાધમાં પણ ફાંસીની સજા તો નક્કી જ છે. પ્રકાશ ચંદ, ડાયરેક્ટર (કાઉન્સલર)ના હસ્તાક્ષર વાળા પત્રમાં આ જાણકારી આપવામાં આવી છે કે બંનેના કેસ ટ્રાયલ દરમિયાન કેટલાય ભારતીય અધિકારીઓએ તેમની મુલાકાત કરી હતી. જો કે 28 ફેબ્રુઆરીએ બંનેને મોતની સજા આપી દેવામાં આવી પરંતુ તેની સૂચના દૂતાવાસની આપવામાં આવી નહોતી.

 વિમાન મુસાફરી મોંઘી, 37000 રૂપિયાની ટિકિટ 2 લાખમાં વેચી રહ્યા છે વિમાન મુસાફરી મોંઘી, 37000 રૂપિયાની ટિકિટ 2 લાખમાં વેચી રહ્યા છે

English summary
death penalty for two indians in saudi country, charged for murder
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X