
તાલિબાને જાહેર કરી સંપૂર્ણ સ્વતંત્રતાની જાહેરાત, અફઘાનિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ
કાબુલ : અફઘાનિસ્તાનમાં અમેરિકાનું મિશન સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે અને ઓગસ્ટની છેલ્લી તારીખ પહેલા અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી તેના તમામ સૈનિકો પર ખેંચી લીધા છે. આ સાથે તાલિબાને સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી છે. તાલિબાન લડવૈયાઓ ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે. કાબુલ એરપોર્ટ પરથી 20 વર્ષના યુદ્ધ અને છેલ્લી યુએસ ફ્લાઇટ બાદ તાલિબાને અફઘાનિસ્તાન માટે "સંપૂર્ણ સ્વતંત્રતા" જાહેર કરી છે.

સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા
તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે મંગળવારના રોજ વહેલી સવારે જણાવ્યું હતું કે, અમેરિકી સૈનિકો કાબુલ એરપોર્ટથી નીકળી ગયા છે અને આપણા દેશનેસંપૂર્ણ સ્વતંત્રતા મળી છે. અમેરિકાએ પણ પુષ્ટિ કરી છે કે, તેનું છેલ્લું વિમાન મંગળવારના રોજ સમયમર્યાદા પહેલા કાબુલથી નીકળી ગયું છે. છેલ્લા બે સપ્તાહથીઅમેરિકા અફઘાનિસ્તાનમાં લોકોને બહાર કાઢવાની કામગીરીમાં સતત રોકાયેલું હતું, જે હવે ખતમ થઈ ગયું છે. આ સાથે તાલિબાનોએ દેશના લગભગ 85 ટકા ભાગપર સંપૂર્ણ નિયંત્રણ સ્થાપિત કર્યું છે. આવા સમયે પંજશીર ખીણ હજૂ પણ નોર્દન એલાયન્સ અને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરૂલ્લા સાલેહનાનિયંત્રણમાં છે.

ગન ફાયરથી કરી રહ્યા છે ઉજવણી
અફઘાનિસ્તાનના અહેવાલો અનુસાર જ્યારે તાલિબાન લડવૈયાઓએ જોયું કે, છેલ્લું અમેરિકન વિમાન કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી રહ્યું છે, ત્યારે તેમને આનંદમાં આવી ગોળીબાર શરૂ કર્યો હતો. લાંબા સમય સુધી તાલિબાન લડવૈયાઓ હવામાં ફાયરિંગ કરતા રહ્યા. છેલ્લા 20 વર્ષના લાંબા યુદ્ધ બાદ અમેરિકાએ પોતાનું મિશન સંપૂર્ણપણે સમાપ્ત કરી દીધું છે અને આ સાથે હવે અફઘાનિસ્તાન ફરી એકવાર તાલિબાનના નિયંત્રણમાં છે.
યુનાઇટેડ સ્ટેટ્સે છેલ્લા બે સપ્તાહમાં વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે અને તેના સૌથી મોટા કાર્ગો પ્લેનમાં અફઘાનિસ્તાનમાંથી હજારો લોકોને બહાર કાઢ્યા છે. વોશિંગ્ટનમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા જનરલ ફ્રેન્ક મેકેન્ઝીએ જણાવ્યું હતું કે, છેલ્લું વિમાન બપોરે 12 કલાક પહેલા કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
#Taliban fighters enter a hangar in #Kabul Airport and examine #chinook helicopters after #US leaves #Afghanistan. pic.twitter.com/flJx0cLf0p
— Nabih (@nabihbulos) August 30, 2021
હવે કાબુલ એરપોર્ટ બેકાબૂ
કાબુલ એરપોર્ટ પરથી અમેરિકન સૈનિકોને પરત ખેંચી લેવા સાથે કાબુલ એરપોર્ટ સંપૂર્ણપણે અસુરક્ષિત બની ગયું છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(એફએએ) એ સોમવારના રોજ જણાવ્યું કે, કાબુલ એરપોર્ટ હવે એર ટ્રાફિક કંટ્રોલ સર્વિસ વગર છે અને આ સાથે અમેરિકાએ અફઘાનિસ્તાન માટે તેની તમામ ફ્લાઇટ્સરદ્દ કરી દીધી છે.
What comes next for the Taliban after taking the airport? Check to see if any equipment left behind by the U.S. military is still working. Unlock gates. Find keys to forklift. Move barricades. Organize supplies. Find on-switch for lights. Secure perimeter. Catalog inventory. pic.twitter.com/8m9epjM0zk
— Marcus Yam 文火 (@yamphoto) August 31, 2021
અફઘાનિસ્તાનના એરસ્પેસમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ
FAAએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સે અફઘાનિસ્તાનની તમામ ફ્લાઇટ્સ અત્યારે એર ટ્રાફિક સર્વિસમાં અને નાગરિક ઉડ્ડયન સત્તામંડળની
બિન-કાર્યક્ષમતાને કારણે બંધ કરી દીધી છે. અફઘાનિસ્તાનમાં તમામ યુએસ પાઇલટ્સ, યુએસ રજિસ્ટર્ડ પાઇલટ્સ અને યુએસ એરક્રાફ્ટ પાસે છે. અફઘાનિસ્તાનના
એરસ્પેસમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં યુએસ સેનાએ જણાવ્યું હતું કે, તેણે કાબુલમાં એર ટ્રાફિક નિયંત્રણનું સંચાલન કર્યું
હતું, જેથી અફઘાનિસ્તાનમાંથી હજારો લોકોને બહાર કાઢવામાં મદદ મળી શકે.