• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તણાવ વચ્ચે દિલ્હી કાબુલ એર ઇન્ડિયાની ફ્લાઇટ 1 કલાક હવામાં ફરતી રહી

|
Google Oneindia Gujarati News

તાલિબાની લશ્કર જેણે યુદ્ધગ્રસ્ત દેશ અફઘાનિસ્તાનને કબ્જે કરી લીધો છે, તે કાબુલની હદમાં પહોંચી ગયું છે અને એર ઇન્ડિયાની ફ્લાઇટ 243ને લેન્ડ કરવામાં મદદરૂપ થવા માટે કાબુલના એર ટ્રાફિક નિયંત્રણના અધિકારીઓ ઉપલબ્ધ ન હતા. એક તબક્કે પાયલોટે ડિનેક્શન અને ટારગેટ બનવાની સંભાવનાને અટકાવવા માટે પ્લેનના રડારને બંધ કરવાની ફરજ પડી હતી.

સુનિશ્ચિત દિલ્હી કાબુલ એર ઇન્ડિયાની ફ્લાઇટ બપોરે થોડા સમય બાદ રાજધાનીના ઇન્દિરા ગાંધી નેશનલ એરપોર્ટ પરથી સમયસર ઉડાન ભરી હતી, પરંતુ અફઘાનિસ્તાનમાં તે લેન્ડ કાવવા માટે કાબુલના એર ટ્રાફિક નિયંત્રણના અધિકારીઓ ન હતા. અફઘાનિસ્તાનના બે સૌથી મોટા શહેરો કંદહાર અને મઝાર એ શરીફમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસો છેલ્લા ચાર સપ્તાહમાં સ્થાનિક કર્મચારીઓને સોંપવામાં આવ્યા હતા અને તમામ ભારતીયોને ખાસ ફ્લાઇટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, તેમને કાબુલમાં દૂતાવાસ બંધ કરી રહ્યું નથી, પરંતુ બંદૂકથી તાલિબાનીઓએ જે રીતે પ્રાંત પછી પ્રાંત પર વિજય મેળવ્યો અને કાબુલ તરફ આગળ વધી રહ્યા છે, તેનાથી યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા દેશો સ્તબ્ધ થઇ ગયા છે. યુનાઇટેડ સ્ટેટ્સે તેના સ્ટાફને કાબુલમાં તેમના મિશનમાંથી બહાર કાઢવા માટે હેલિકોપ્ટર મોકલ્યા હતા અને તેના સ્ટાફને તમામ સંવેદનશીલ માહિતી કાઢી નાખવા જણાવ્યું હતું. AI 243 અત્યારે કાબુલ એરપોર્ટ પર દિલ્હી માટે રિફ્યુઅલ અને ટેક-ઓફની રાહ જોઈ રહ્યું છે.

Delhi Kabul Air India flight

રાજધાની કાબુલમાં તાલિબાનોએ પ્રવેશ કર્યો

અફઘાનિસ્તાનના ત્રણ સરકારી અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, તેઓ કાબુલમાં તાલિબાનના પ્રવેશ અંગેની માહિતી જાહેર કરવા માટે અધિકૃત નથી. આ અધિકારીએ કહ્યું કે, હજૂ સુધી કોઈ લડાઈ થઈ નથી. રિપોર્ટ અનુસાર તાલિબાન લડવૈયાઓ રાજધાની કાબુલના કાલકન, કારાબાગ અને પેગમેન જિલ્લાઓમાં ઘુસી ગયા છે. એક અહેવાલ મુજબ તાલિબાન તરફથી સત્તાવાર રીતે કાબુલમાં પ્રવેશવાની વાત કરવામાં આવી નથી, પરંતું અહેવાલો મુજબ અચાનક સવારે સરકારી કચેરીઓએ કર્મચારીઓ અને અધિકારીઓને ઘરે મોકલવાનું શરૂ કરી દીધું છે. આવા સમયે સરકારી ઇમારતોમાં કામ કરતા કર્મચારીઓને પણ ઘરે મોકલવામાં આવ્યા છે. અફઘાન એરફોર્સ રાજધાની કાબુલમાં સતત કૂચ કરી રહી છે.

કાબુલ કબ્જે કરવાનો પ્રયાસ

તાલિબાને રવિવારના રોજ દેશના કેન્દ્ર સરકાર હસ્તકના કાબુલની બહારના છેલ્લા મોટા શહેર પર કબ્જો કર્યો હતો. દેશની રાજધાની કાબુલને કાપી નાખવામાં આવી છે. એક અહેવાલ મુજબ અમેરિકન દૂતાવાસ ઉપર હેલિકોપ્ટર સુરક્ષામાં રોકાયેલા છે, જ્યારે અમેરિકન અધિકારીઓને દૂતાવાસમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હોવાના અહેવાલો છે. તાલિબાને અફઘાનિસ્તાનના જલાલાબાદના મુખ્ય શહેર પર કબ્જો કરી લીધો છે. અફઘાનિસ્તાનની કેન્દ્ર સરકાર દેશના 34માંથી કાબુલ સહિત માત્ર 5 પ્રાંતીય રાજધાનીઓ પર નિયંત્રણ ધરાવે છે. અફઘાનિસ્તાન સરકારના આંતરિક મંત્રીએ રાજધાની કાબુલમાં તાલિબાનના પ્રવેશની પુષ્ટિ કરી છે.

તાલિબાન અફઘાનિસ્તાન જીતવા જઈ રહ્યું છે!

તમામ પ્રાંતીય રાજધાનીઓ, ઝરંજ, શેબરખાન, સાર એ પુલ, કુન્દુઝ, તલોકન, આયબક, પુલ એ ખુમરી, ફૈઝાબાદ, ગઝની, ફિરસ કોહ, કલા એ નવ હવે તાલિબાનના નિયંત્રણમાં છે. કંદહાર, લશ્કરગઢ, હેરત, પુલ એ આલમ, મઝાર એ શરીફ અને જલાલાબાદ પણ તાલિબાન દ્વારા નિયંત્રિત છે અને હવે કાબુલ તાલિબાનનો કબ્જો લેવો સમયની વાત છે. રોઇટર્સના અહેવાલ મુજબ અમેરિકા અફઘાનિસ્તાનના વિવિધ શહેરોમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે રાજધાની કાબુલમાં વધુ સૈનિકો મોકલી રહ્યું છે. જલાલાબાદના પતનથી અફઘાનિસ્તાનના મુખ્ય રાજમાર્ગો પૈકીના એક પાકિસ્તાનના પેશાવર શહેર તરફ જતા રસ્તા પર તાલિબાનને નિયંત્રણ મળ્યું છે. યુએસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કાબુલ પહોંચતા સૈનિકોનું કામ માત્ર ત્યાં હાજર અમેરિકનોને બહાર કાઢવાનું છે.

કાબુલ પર તાલિબાનનું નિવેદન

રાજધાની કાબુલમાં પ્રવેશ્યા બાદ તાલિબાને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તેઓ રાજધાની કાબુલ પર બળપૂર્વક કબ્જો કરવા માંગતા નથી. તેમની યોજના બંદૂકની મદદથી રાજધાની કાબુલને કબ્જે કરવાની નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, રવિવારના રોજ અફઘાનિસ્તાનની રાજધાનીમાં ઉગ્ર હિંસા થવાની છે.

English summary
The Taliban army, which has captured the war-torn country of Afghanistan, has reached the outskirts of Kabul and Kabul air traffic control officials were not available to help land Air India Flight 243
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X