For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્યારેક પિઝા ડિલેવરી બોય નામે ઓળખાતા હતા રાષ્ટ્રપતિ ઓલાંદ

|
Google Oneindia Gujarati News

ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલાંદ આજે 67માં ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિરૂપે જોડાયા હતા. ફ્રાંસવા ઓલાંદ ફ્રાંસના 24માં રાષ્ટ્રપતિ છે. અને તેમણે મે 2012માં ફ્રાંસના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઇને કારભાર સંભાળ્યો હતો. ત્યારે આજે ભારતમાં મુખ્ય અતિથિ બનેલા તેવા ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલાંદ વિષે અમે તમને કેટલીક તેવી વાતો જણાવાના છીએ જે છે ભારતીય મીડિયાથી અજાણી.

ઓલાંદનો જન્મ એક મીડલ ક્લાસ ફેમિલીમાં થયો હતો. તેમની માં એક સોશ્યલ વર્કર હતી અને પિતા એક એએનટી સ્પેશ્યાલિસ્ટ. એક વાર તેમના પિતાએ સ્થાનિક ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાયું હતું. ઓલાંદ પહેલા કિશ્ચિન ધર્મમાં માનતા હતા પણ ત્યાર બાદ તે નાસ્તિક થયા. ઓલાંદએ એક વિદ્યાર્થી નેતા તરીકે પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત કરી હતી. અને લાંબા સમયની મહેનતે તેમને આજે આ પદ મળ્યું છે. ત્યારે ઓલાંદ વિષે આવી જ કેટલીક રસપ્રદ અને અજાણી વાતો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં....

એક રાષ્ટ્રપતિ અનેક નામ

એક રાષ્ટ્રપતિ અનેક નામ

ઓલાંદ જ્યારે સોશ્યલિસ્ટ પાર્ટીના સચિવ હતા ત્યારે તેમને અનેક નિકનેમથી સંબોધવામાં આવતા હતા. તે વર્કપ્લેસ પર ત્રી વ્હીલર સ્કૂટરમાં આવતા હતા માટે તેમને પીઝા ડિલેવરી બોયનું નીકનેમ આપવામાં આવ્યું હતું. તો આ સિવાય તેમને મિસ્ટર નોર્મલ, નાઇસ ગાય, મિસ્ટર માર્શમેલો અને કાર્મલ પુડિંગ પર આધારિત ફ્લેનબાઇ જેવા પણ અનોખો નિકનેમ આપવામાં આવ્યા છે.

શૂટ પહેરવા વજન ઉતાર્યું

શૂટ પહેરવા વજન ઉતાર્યું

વર્ષ 2012ની ચૂંટણી પહેલા ઓલાંદે પોતાને એક ખાસ લક્ષ આપ્યું. જેના માટે તેમણે કેટલાક શૂટ ખરીદ્યા. અને તે શૂટમાં ફીટ થવા માટે તેમણે પોતાનું વજન ઉતાર્યું. અનેક પાઉન્ડ વજન ઉતારી તેમણે આ સૂટ પહેર્યા. અને એક નવી ઇમેજ સાથે તે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉતર્યા.

પિતાએ ફેંક્યો હતો તેમનો સામન

પિતાએ ફેંક્યો હતો તેમનો સામન

ઓલાંદ જન્મ એક કેથલિક મધ્ય વર્ગીય પરિવારમાં થયો હતો. તે શરૂઆતથી જ વિરોધી સ્વભાવના હતા. અને સખ્ત શિક્ષાના વિરોધી હતા. 13 વર્ષે ઓલાંદના પિતાએ કંઇક આવા જ કારણો ના કારણે તેમનો સામાન ઘરની બહાર ફેંકી દીધો હતો. જેમાં તેમના રમકડાની કારનું કલેક્શન પણ હતું.

પદ બદલ્યો સ્વભાવ

પદ બદલ્યો સ્વભાવ

ફ્રાંસના આ રાષ્ટ્રપતિ ભલે હાલ સિરીયસ લાગતા હોય પણ ખરેખરમાં તે ખૂબ જ મજાકિયા છે. ચૂંટણી અભિયાનો દરમિયાન તેમની આ જ ઇમેજે તેમને એક આમ આદમી બનાવ્યા હતા. પણ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી તેમને તેમની આ આદત બદલવી પડી.

ચાર બાળકોના પિતા

ચાર બાળકોના પિતા

ઓલાંદએ 30 વર્ષો સુધી સોશલિસ્ટ રાજનેતા સેગ્લોન રોયલ સાથે રહીને કામ કર્યું. તેમને ચાર બાળકો પણ છે. જૂન 2007માં હોલાંદ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી ગયા જે બાદ તેમનો તલાક થયો. તે બાદ એલાંદનો ફ્રેંચ જર્નાલિસ્ટ વાલ્લેરી ટ્રાયરવેઇલેર સાથે અફેર હોવાની ચર્ચા ઉઠી હતી. અને હાલ એક છાપા મુજબ તેમનો એક્ટ્રેસ જૂલિયા ગાઇટ સાથે સંબંધ હોવાની ચર્ચા છે.

English summary
French President Francois Hollande has arrieved India and he will grace Republic Day parade occasion as Chief Guest. However there are few facts which you might don't know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X